આજ રોજ મેઘાણીનગર ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા સાયન્સ ફેરનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાનને લગતા અલગ અલગ પ્રોજેકટ બનાવી લોકોને સાયન્સ વિશે સમજણ આપવામાં આવી હતી, સાયન્સ ફેરમાં હ્યુમન ઇવોલુવેશન,વેદ થી વિજ્ઞાન અને પૃથ્વીનું સર્જન કેવીરીતે થયું તેનું તે અતિ સુંદર અને લોકોને સમજણ આવે તેરીતે બનાવવામાં આવ્યું હતું,
સાયન્સ ફેરમાં વાલી મિત્રોની મોટી માત્રામાં હાજરી રહી હતી અને તેમને પણ આ સાયન્સ ફેર ખૂબ પસંદ આવ્યું હતું, સાયન્સ ફેરને ડોકટર સત્યેન્દ્ર મિશ્રા અને ડોકટર રોલી મિશ્રા દ્વારા જજ કરવામાં આવ્યું હતું અને તેમને પણ આ સાયન્સ ફેરના વખાણ કર્યા અને દરેક પ્રોજેકટને યોગ્ય પોઇન્ટ આપવામાં આવ્યા હતા.