કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિયા છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યુ તે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 41.6 ગાંધીનગરન 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. ગુજરાતમાં અમદાવાદનું તાપમાન સૌથી મહત્તમ રહ્યુ હતુ.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 12મી તારીખે એટલે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.