September 21, 2026
ગુજરાત

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક એકાએક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી. જેના કારણે જોરદાર અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા

અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે ત્યારે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ આજે રવિવારે રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. ક્રેન પડવાનો જોરદાર અવાજ આવવાની સાથે જ આસપાસના રહીશો દોડતા થઈ ગયા હતા અને બહાર આવીને જોયું ત્યારે ક્રેન પડી હતી.

આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાની હજી માહિતી બહાર આવી નથી આ મામલે જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પણ પહોંચી ગયો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ રેલવેની હાઈ ટેન્શન લાઈનને પણ અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે જેથી રેલવે વિભાગ સાથે આ મામલે નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા સંપર્ક કરીને કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

 

Related posts

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

અમદાવાદના સરખેજ-ધોળકા રોડ ઉપર અકસ્‍માતમાં કોન્‍સ્‍ટેબલનું મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો