વર્તમાન સમયમાં ટેક્નોલોજી અને ટેક્નોક્રેટ્સે સમન્વય સાંધીને કાર્યરત રહેવું અતિ આવશ્યક છે. જેના થકી ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત જરૂરીયાતો પૂરી કરવામાં સરળતા રહે છે. ટેક્નોકેટ્સ પણ આ પ્રણાલીથી અવગત થાય અને તેને અનુસરે તે હેતુસર, તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ -2023નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, નવીનત્તમ ટેક્નોલોજીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને હરહંમેશ અવગત રહેવું અનિવાર્ય છે. આ પ્રકારની એકેડમીક મીટ ટેક્નોક્રેટ્સ અને ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે સાકારાત્મક સેતુનું કાર્ય કરે છે. જે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગવંતુ બનાવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ , ડિપાર્ટમેન્ટ ઑફ એન્જિનિયરીંગના ડિન ડૉ. જી.પી. વડોદરીયા , IIT ગાંધીનગરના એડવાઈઝર શ્રી નિર્મલ ઝા , ગેશીયાના ડાયરેક્ટર અને ચેરમેન શ્રી પ્રણવ પંડ્યા સહિત ઈન્ડસ્ટ્રીઝના 44થી વધુ તજજ્ઞો આ પ્રસંગે હાજર રહ્યા હતાં. જુદી- જુદી 2 થીમ જેવી કે , “ ચેલેન્જીસ ઑફ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂશન્સ ટુ મીટ ઈન્ડસ્ટ્રીઝ રીક્વાર્યમેન્ટ ઈન ધ વ્યૂવ ઑફ ચેન્જીંગ ડાયનેમીક્સ ઑફ એકેડેમીયા” અને “રોલ ઑફ ઈન્ડસ્ટ્રીઝ ટુ ઈમ્પ્રુવ એમ્પ્લોઈબીલીટી એન્ડ ટુ પ્રમોટ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોર્શિપ એટ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂશન્સ” પર પેનલ મેમ્બર્સ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં દર્શાવ્યા મુજબ, સ્કીલ બેઈઝ્ડ ટેક્નિકલ શિક્ષણ પૂરૂં પાડવા માટે ઈન્ડસ્ટ્રીઝની માંગ અને જરૂરીયાત સંબધીત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને પણ સમયાંતરે ઈન્ડસ્ટ્રીઝની અદ્યતન ટેક્નોલોજીની ટ્રેનિંગ મળતી રહેવી જોઈએ. જેનાથી તેઓ નવીનત્તમ ટેક્નોલોજી માટેના જ્ઞાનની આપ-લે કરી શકે. આ મીટ દરમિયાન પેનાલિસ્ટ દ્વારા રીસર્ચ અને ઈનોવેશન તથા શૈક્ષણીક વર્ષ દરમિયાન ઈન્ડસ્ટ્રીઝ ઈન્ટર્નશીપ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેનાથી આગામી દિવસોમાં વૈશ્વિક ધરાધોરણ આધારીત ઈન્ડસ્ટ્રીઝની માંગને પૂરી કરીને સ્કીલ બેઈઝ્ડ ટેક્નોક્રેટ રીસર્ચ અને ઈનોવેશનમાં પણ સવિશેષ યોગદાન આપી શકશે. ઉદ્યોગસાહસીકત્તા માટે પણ વિદ્યાર્થીઓ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તરફ આકર્ષિત થશે.
જે તેઓના પ્લેસમેન્ટ સંબધીત પણ ફાયદાકારક નિવડશે. વિશેષમાં આ પ્રસંગે સાયબર સિક્યોરીટી , મોબાઈલ એપ્લિકેશન અને વેબ તથા ક્લાઉડ સિક્યોરીટી અને તેના રીસર્ચ અર્થે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થી અને ફેકલ્ટીઝ પણ વિવિધ સ્કીલ બેઝ્ડ પ્રોગ્રામમાં ભાગ લઈને તાલીમ મેળવી શકે તે માટે, જીટીયુ અને ગેશીયા આઈટી એસોસીયેશન વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા હતાં. જીટીયુના કુલપતિ , કુલસચિવ અને જીસેટના ડાયરેક્ટરશ્રીએ ઈન્ડસ્ટ્રીઝ મીટના સફળ આયોજન બદલ જીટીયુ જીસેટના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતાં.