September 21, 2026
ગુજરાતતાજા સમાચાર

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને અકસ્‍માત નડયો છે. જેમાં રામોલ પોલીસના પીએસઆઇ સોલંકી તથા ૩ પોલીસ જવાનો પોસ્‍કોના ગુનાની તપાસમાં લુધિયાણા ખાતે જઈ રહયા હતા. ત્‍યારે સરકારી બોલેરોને હરિયાણાનાં ડબવાલી ખાતે અકસ્‍માત થતા  પોલીસકર્મી સહિત ૩ નાં મોત થયા છે. તેમજ PSI સોલંકી ઇજાગ્રસ્‍ત થતાં સારવાર માટે ખસેડાયા છે.

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સકતાખેડા ગામ પાસે વડીંગખેડા પેટ્રોલ પંપ પાસે ગુજરાતના અમદાવાદની પોલીસની કારને એક ગમખ્‍વાર અકસ્‍માત નડયો છે. ગુજરાત પોલીસનું વાહન હાઇવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતાં ત્રણ પોલીસ જવાનના મોતની માહિતી સામે આવી છે.

માહિતી અનુસાર હરિયાણાના સિરસામાંથી પસાર થતાં ભારતમાલા ફોરલેન હાઇવે પર બુધવારે વહેલી સવારે એક મોટો અકસ્‍માત સર્જાયો હતો. પંજાબ તપાસ અર્થે જઇ રહેલી ગુજરાતના અમદાવાદ પોલીસની કાર રોડની સાઇડમાં ઊભેલા વાહનમાં ટકરાઇ હતી. આ અકસ્‍માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યા હતા. જ્‍યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે.

અકસ્‍માતની જાણ થતાં NHAIની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી ગઇ હતી અને તમામ ઇજાગ્રસ્‍તો અને મૃતકોને હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. ઇજાગ્રસ્‍તની હાલત ગંભીર હોવાથી ભઠિંડા રિફર કરાયો હતો.આ મામલે હાલમાં ડબવાલી પોલીસ તપાસ કરી રહી છે અને ગુજરાત પોલીસ પણ આ મામલે તેની સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્‍યું છે.

પંજાબ જઇ રહ્‍યા હતા તપાસ માટે : અમદાવાદની રામોલ પોલીસ ગુજરાતથી કેસની તપાસ અર્થે પંજાબ જઇ રહી હતી તે દરમિયાન રસ્‍તામાં ગુજરાત પોલીસની કાર રોડની સાઈડમાં ઊભા ટ્રેઇલરની પાછળ ઘૂસી જતાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્‍થળે જ મોત નીપજ્‍યા હતા. મૃતકોની ઓળખ પોલીસ કોન્‍સ્‍ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્‍દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડ તરીકે થઇ હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. આ અકસ્‍માતમાં રામોલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે પી સોલંકીને પણ ગંભીર ઇજા પહોંચી છે. અકસ્‍માતના પગલે પોલીસબેડામાં શોકનો માહોલ છે.

અકસ્‍માતની જાણ થતાં જ સ્‍થાનિક ACP અને અન્‍ય પોલીસ અધિકારી હરિયાણા જવા રવાના થયા છે. ઘટનામાં અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનથી કર્મચારીઓ પંજાબ તપાસ કરવા જઈ રહયાં હતા તે દરમિયાન સરકારી બોલેરો કારનો અકસ્‍માત થયો છે. અકસ્‍માતમાં બોલેરો ટ્રકની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્‍માત થયો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓના ઘટના સ્‍થળે મોત થયા છે તથા એક પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ત્‍યારે ઘટના સ્‍થળે હરિયાણા પોલીસ પહોંચી ગઇ છે અને વધુ તપાસ કરી રહી છે.

અકસ્‍માત હરિયાણાના ડબવાલીના પેટ્રોલ પંપ પાસે થયો હતો. ભારતમાલા હાઈવે પર ગમખ્‍વાર અકસ્‍માત થતા પોલીસ કર્મીના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. અકસ્‍માતમાં પોલીસ કોન્‍સ્‍ટેબલ સુનિલ ગામીત તથા હોમગાર્ડ રવિન્‍દ્ર તથા ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયુ છે. તેમજ રામોલ પોલીસ મથકના ભ્‍લ્‍ત્‍ જે.પી.સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે.

Related posts

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

ગીતા મંદિર પાસે આવેલ મોબાઈલ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઑફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૧૫ મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

સરકારી પ્રિમાઇસીસ બાદ ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી પ્રતિબંધિત કરી દેવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લેવાયો નિર્ણય કરાયો

Ahmedabad Samay

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો