અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યમાં વહેલી સવારે માવઠું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શહેરમાં મોડી રાતે તેમજ વહેલી સવારે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેને લઈને લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.
શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, નહેરુનગર, રાણીપ, વાડજ, નારપુરા, સાબરમતી, ઘાટલોડિયા, કાલુપુર, નરોડા, શાહીબાગ, ગોતા, ઘાટલોડિયા, કાલુપુર સહિતના વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યાં હતા. ભર શિયાળે વરસાદ વરસતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી.