August 21, 2026
ગુજરાત

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

ગુજરાત સરકારે રંગમચ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લામાંથી કલાકારોને વિધાસભામાં બોલાવ્યા હતા. થોડા દિવસ પહેલા અમુક કલાકારોને જ વિધાનસભામાં કેમ બોલાવ્યા તે મુદ્દા સાથે ગુજરાતી અભિનેતા અને કલાકાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં આવ્યા નથી. ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે પોતે મુદ્દો ઉઠાવ્યો કે સરકાર કલાકારોને બોલાવતી નથી અને હવે બોલાવ્યા તો આવતા કેમ નથી? વિધાનસભા ન જવા પાછળ વિક્રમ ઠાકોરે કારણ પણ જણાવ્યું છે.

આ તરફ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધ્યક્ષ અને મંત્રી મૂળુ બેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા પાઠવશે.

પોતે વિધાનસભામાં કેમ ન ગયા તે અંગે વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો હું વિધાનસભામાં જઈશ તો લોકો એવું કહેશે કે જો પોતાનું સન્માન કરાવવું હતું એટલે મુદ્દો ઉઠાવ્યો. પરંતુ મેં તો તમામ સમાજના કલાકારો માટે મુદ્દો ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં મુખ્યમંત્રીને મળવાનું થશે તો હું ચોક્કસ જઈશ.

Related posts

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

ઉસમાનપુર દરગાહ પર મૌલવી સહિત ૧૨ જેટલા લોકોની અટકાયત

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો