August 8, 2026
જીવનશૈલી

મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્‍ટમાં તેણે સૂર્ય નમસ્‍કારના ફાયદા અને આ ૧૨ યોગ આસનોની સિરીઝના મહત્‍વ વિશે વાત કરી

મલાઇકા અરોરાએ ઇન્‍સ્‍ટાગ્રામ પર પોતાના ફિટનેસ રુટીનની મહત્‍વની વાતો શેર કર્યા કરે છે. તાજેતરની એક પોસ્‍ટમાં તેણે સૂર્ય નમસ્‍કારના ફાયદા અને આ ૧૨ યોગ આસનોની સિરીઝના મહત્‍વ વિશે વાત કરી હતી. તેણે આ વીડિયોમાં એક પછી એક આ યોગ આસનો કરવાની પદ્ધતિ પણ જણાવી હતી.

મલાઇકાએ વીડિયોમાં આ ક્રમની વાત કરતા સુર્ય નમસ્‍કાર કરી બતાવ્‍યા હતા. મલાઇકાએ ૧૨ આસનો કરી બતાવ્‍યા હતા. આ મુદ્રાઓની યાદી આ મુજબ છેઃ

૧. પ્રણામાસન, ૨. હસ્‍ત ઉત્તાનાસન, ૩. પાદહસ્‍તાસન, ૪. અશ્વ સંચલાસન, ૫. દંડાસન, ૬. અષ્ટાંગ નમસ્‍કાર, ૭. ભુજંગાસન, ૮. પર્વતાસન, ૯. અશ્વ સંચલાસન, ૧૦. પાદહસ્‍તાસન, ૧૧. હસ્‍ત ઉત્તાનાસન, ૧૨. પ્રણામાસન

સૂર્ય નમસ્‍કારના ફાયદાઓ અંગે વાત કરતાં મલાઇકાએ કહ્યું કે સૂર્ય નમસ્‍કાર યોગમાં સૌથી અસરકારક યોગ આસનમાં આવે છે. સૂર્ય નમસ્‍કાર કેમ દરેક વ્‍યક્‍તિ માટે ઉપયોગી છે, તે અંગે કેપ્‍શનમાં મલાઇકા લખ્‍યું, ‘‘સૂર્ય નમસ્‍કાર માત્ર શારીરિક અભ્‍યાસ નથી, આ એક પવિત્ર મંત્ર છે.”

આગળ મલાઇકાએ જણાવ્‍યું, ‘‘દરેક શ્વાસ તમને સૂર્ય ઉર્જા સાથે તાલમેલમાં જોડે છે, તમારી સુશુમ્‍ણા નાડીને જગાડે છે, તમારી અંદરના ભેજનો નાશ કરે છે અને પ્રકૃત્તિના સહજ પ્રવાહ સાથે તમારા શરીરનો તાલમેલ બેસાડે છે. જો આ સૂર્ય નમસ્‍કાર જાગૃત રહીને કરવામાં આવે તો ચે એક હલતી ચલતી પ્રાર્થના બની જાય છે, જે તમારી અંદરની અને તમારી આસપાસના પ્રકાશને તમે અર્પણ કરો છો.

Related posts

મોબાઈલ ફોન ના વપરાશથી બાળકો પર પડી રહી છે ખરાબ અસર

Ahmedabad Samay

વૈજ્ઞાનિકોને ડર છે કે  6ઠ્ઠા મહાવિનાશનો સમય પણ આવી પહોચ્ચો

Ahmedabad Samay

રોગપ્રતિકારક શક્તિ નબળી અને શરીરને અંદરથી પોકળ બનાવી રહી છે આ 6 વસ્તુઓ

Ahmedabad Samay

આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

જરા વિચારો આજે વિજ્ઞાન કયા લઈ આવ્યું

Ahmedabad Samay

લીવરમાં જમા થયેલી ચરબીને ડિટોક્સ કરવામાં મદદરૂપ છે કાચી હળદર, જાણો ક્યારે અને કેવી રીતે તેનું સેવન કરવું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો