August 8, 2026
ગુજરાતરાજકારણ

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

LLB ની ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશથી વંચિત ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓએ પકોડા તળી કરેલ અનોખો વિરોધ પ્રદર્શન:તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ,પ્રકાશ નાયડુ,રમીન્દ્રસિંહ બગ્ગા અને નોએલ ક્રિશ્ચિયન એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવે છે કે,ગુજરાત રાજ્યમાં લગભગ સરકારી અને ગ્રાન્ટેડ ૩૧ જેટલી કોલેજો આવેલ છે એક તરફ શિક્ષિત યુવાનો માટે નોકરીની તકો ઘટતા વ્યવસાય માટે એલએલબી માં પ્રવેશ માટે ઘસારો વધ્યો છે તો બીજી બાજુ તરફ છેલ્લા ૨૫ વર્ષથી એક પણ લો કોલેજ માં ગ્રાન્ટેડ વર્ગ શરૂ કરવામાં આવ્યો નથી પરિણામે કારમી મોંઘવારીમાં સ્વનિર્ભર કોલેજો ગરીબ વિદ્યાર્થીઓને પોષાય તેમ નથી એટલું જ નહીં ૨૦૦૮ પહેલા જ્યારે બાર કાઉન્સિલ નું શૈક્ષણિક ક્ષેત્રે હસ્તક્ષેપ ન હતો ત્યારે વર્ગ દીઠ ૧૫૦ થી વધારે બેઠકો ગ્રાન્ટેડ કોલેજોમાં રહેતી હતી જેને બાર કાઉન્સિલે ઘટાડી ૬૦ બેઠકો અને ૬ બેઠકો ews ની કરતા ૬૬ બેઠકો ની મંજુરી આપવામાં આવી છે સમય અંતરે વર્ગો અને બેઠકોમાં વધારો થવાના બદલે ઘટાડો થતાં મધ્યમ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ એલએલબી માં પ્રવેશતી વંચિત થવા પામ્યા છે જે શિક્ષણ જગતની કમનસીબ ઘટના છે શૈક્ષણિક બિન અનુભવી બાર કાઉન્સિલ દ્વારા તેમના સભ્યોનું હિત જાળવણી માટે કરતા હોય તેમ જણાય છે

ગુજરાત રાજ્યમાં આવેલ સરકારશ્રીએ ગ્રાન્ટેડ કોલેજ નું કાયમી જોડાણ એટલે કે પરમાનંટ જોડાણ આપ્યું હતું વર્ષ ૨૦૦૮ થી બાર કાઉન્સિલર તેને રદ કરી દર ત્રણ વર્ષે ઇસ્પેકશન કરાવવાનું જેની ફી ₹1લાખ રાખી હતી તેને રૂપિયા ૩ લાખ મનસ્વી રીતે કરવામાં આવી ગ્રાન્ટેડ કોલેજો ગ્રાન્ટ આધારિત ચાલતી હોય તેઓએ ઇસ્પેકશનની ફી ન ભરતા જે તે કોલેજોને પાંચ લાખ ડિપોઝિટ મની અને દર વર્ષની બે લાખ પેનલ્ટી અને જેટલા ઇન્સ્પેક્શન બાકી હોય તેના સરવાળા કરતાં અલગ અલગ કોલેજોને ૩૦ થી ૩૫ લાખ ભર્યા પછી માન્યતા આપવાનું ઠરાવેલ જેથી સત્ર ૨૦૨૪-૨૫ ના સત્રથી ગુજરાતની ૩૧ ગ્રાન્ટેડ કોલેજોને અસર થઈ હતી અને માન્યતા મળી ન હતી.

જેથી ગરીબ વિદ્યાર્થીઓ પ્રવેશ વગર રાખડી પડ્યા હતા જે અંગે અનેક રજૂઆતો છતાં ઉત્સવ અને તાયફાઓ પાછળ કરોડો બિન ઉપયોગી ખર્ચા કરતી આ સરકારે ૧૨ કાઉન્સિલની ફી ભરવાની ચોખ્ખી ના પાડી હતી જેથી બીસીઆઇ,સરકાર અને કોલેજ સંચાલક મંડળની રીતે નીતિ નો ભોગ વિદ્યાર્થી બન્યા હતા. પરિણામે માન્યતા ચગડોળે ચડતા મધ્યમ ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત બન્યા હતા અને તેમનો વકીલ બનવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું ત્યારે અનેક રજૂઆત બાદ સરકારે તે રકમ ભરવાની તૈયારી બતાવી છે એક તરફ પ્રથમ સત્ર ની પરીક્ષા યોજવાની તૈયારી છે છતાં સરકાર બીસીઆઇ અને કોલેજ સંચાલક મંડળની આંતરિક લડાઈમાં ગ્રાન્ટેડ કોલેજ શરૂ ન થતા રોષે ભરાયેલા પ્રવેશ ઈચ્છુક ગરીબ મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ આજે વિધાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ ની આગેવાની હેઠળ ખોખરા ખાતે આવેલ કે.કા.શાસ્ત્રી કોલેજના ઝાપા પાસે પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજે શરૂ કરવા અને રજીસ્ટ્રેશન થી વંચિત ગરીબ વિદ્યાર્થીઓ માટે પોર્ટલ શરૂ કરી તક આપવા માંગ કરવામાં આવી હતી અને જો તેમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Related posts

કોમી ધિંગાણુ થાય નહીં તે માટે અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ગઠબંધનની સરકાર આવશે તો ઈવીએમ હટાવશે

Ahmedabad Samay

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો