અમદાવાદ જિલ્લાની પ્રાઈમરી એજયુકેશન ઓફિસમાં કામ કરતા નાયબ હિસાબનીશ દ્વારા કપટ કરીને પેઈડ લીવ્સના પૈસા એકઠા કર્યા હોવાનું કૌભાંડ સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા છે.
અત્યાર સુધી આરોપી રાજેશ રામીએ કથિત રીતે વિવિધ શિક્ષકોના નામે નકલી રજાની ૫૦૦૦ જેટલી અરજીઓ ભરીને રાજય સરકારની તિજોરીમાંથી ૧૦ કરોડ રુપિયાનું કૌભાંડ કર્યું છે.
રાજેશ રામી વિરુદ્ઘ ૧૫મી જુલાઈના રોજ કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેના પર આરોપ હતો કે તેણે રજાનો ખોટો રેકોર્ડ જમા કરાવીને સાત કરોડ રુપિયા પડાવ્યા છે. ૨૦૧૬-૧૭ના ઓડિટ રિપોર્ટ પરથી આ સ્કેમની વિગતો સામે આવી હતી.
