August 8, 2026
ગુજરાત

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચના મહા નિરીક્ષકે રાજ્‍યના તમામ શહેરના પોલીસ કમિશનર અને જિલ્‍લાના એસપીઓને પત્ર લખી આજથી ૧૫ દિવસ સુધી કાળા કાચ લગાવેલા અને નંબર પ્‍લેટ વગરના વાહન ચાલકો વિરૂદ્ધ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી કાર્યવાહી કરવા જાણ કરી છે.

સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચના ડ્રાઈવના આયોજનને પગલે રાજ્‍યમાં ઠેર ઠેર ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકને પકડવાની કાર્યવાહી આજથી પોલીસ દ્વારા શરૂ થઈ છે. સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચે પત્રમાં નોંધ લીધી છે કે, આરટીઓ દ્વારા માન્‍ય કાળા ગ્‍લાસ કરતા પણ નિયમો અવગણીને અનેક વાહચાલકો વધુ પડતાં બ્‍લેક ગ્‍લાસવાળી કાર લઈને ફરી રહ્યા છે.

આ ઉપરાંત આરટીઓ માન્‍ય HSRP નંબર પ્‍લેટની જગ્‍યાએ ઘણા વાહનચાલકો સાદી નંબર પ્‍લેટ અથવા તો નંબર પ્‍લેટ કાળી નાંખી તેઓના વાહનનો ઉપયોગ કરે છે. આવા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી એમવી એક્‍ટની જોગવાઈ મુજબ કાનૂની પગલાં લેવાના રહેશે. આ કામગીરીનો રોજે રોજના રિપોર્ટ સ્‍ટેટ ટ્રાફિક બ્રાંચનેપત્રક ભરીને મોકલવાનો રહેશે. આમ રાજ્‍યભરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ તોડતા વાહનચાલકો સામે કડકાઈ દાખવાશે.

નંબર પ્‍લેટ સાથે ચેડાં કરનાર, નંબર પ્‍લેટ વગર વાહન ચલાવનાર અને સાદી નંબર પ્‍લેટ લાગવી ફરતા વાહન ચાલકોસામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે.(

Related posts

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Ahmedabad Samay

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ મારી એન્ટ્રી,એક સપ્તાહ સ્કૂલ બંધ રાખવા સૂચના અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો