October 6, 2024
ગુજરાતઅપરાધ

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

સોમવારે બારેક વાગ્યાના અરસામાં વાપી ગીતાનગર ટાંકી ફળીયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 4 વર્ષીય સગીર બાળા ગુમ થઈ હતી. ગુમ થનાર બાળકીના માતાપિતાએ તેમજ પાડોશીઓ શોધખોળ હાથ ધરી હતી. જેમાં CCTV ફૂટેજ ચેક કરતા બાળકીને નજીકમાં રહેતો પાડોશી એવો સેમ્પુ અચ્છેલાલ શાહ લઈને જતો હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી બાળકી સાથે કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં બાળકીને હેમખેમ પરત મેળવવા બાળકીના માતાપિતાએ વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતા જોઈ વાપી ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર બી.જે.સરવૈયાએ નાયબ પોલીસ અધિક્ષક વાપી તથા પોલીસ અધિક્ષક વલસાડને જાણ કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 363 મુજબનો ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરી હતી. સતત ચારેક કલાકની મહેનત બાદ બાળકીને ઉપાડી જનાર આરોપીને ગીતાનગર વિસ્તારમાં નવા બંધાઈ રહેલા એક બિલ્ડીંગના ટેરેસ પરથી ઝડપી પાડી તેમના કબ્જામાંથી બાળકીને છોડાવી હતી. આ ચકચાર જગાવતી ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી કે, ગીતાનગરમાં બાળકીને ઉપાડી જનાર આરોપી મૂળ યુપીનો છે. વાપીમાં તેમના સંતાનો અને પત્ની સાથે રહી છૂટક મજૂરી કામ કરે છે. તેને ઝડપી પાડ્યો તે દરમ્યાન તે નશામાં હતો. પ્રાથમિક પૂછપરછ માં તેમણે બાળકીને ખવડાવવા માટે લઈ ગયો હોવાનું જણાવ્યું છે. જો કે, પોલીસે તેની સામે હાલ અપહરણ નો કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસવડાએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકીને ઉપાડી જનાર આરોપીને એક નવી બની રહેલ બિલ્ડીંગની છત પરથી બાળકી સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ નો પ્રયાસ કર્યો છે કે કેમ તે અંગે તેનું મેડિકલ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બાળકી હાલ ડરી ગઈ છે. તેમજ માત્ર 4 વર્ષની હોય તે કંઈ બોલી શકવા સક્ષમ નથી. મેડિકલ રિપોર્ટ અને મનોવૈજ્ઞાનિક તપાસ આધારે આ ઘટનામાં તપાસ કરી જો આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હશે કે પ્રયાસ કર્યો હશે તો તેની કલમ ઉમેરી એ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસવડાએ આપેલી માહિતિ મુજબ ચાર વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી સેમ્પુ શાહ મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાનો વતની છે. અગાઉ તે મુંબઇમાં કોઇક કંપનીમાં નોકરી કરતો હતો. હાલમાં એક વર્ષથી વાપીમાં પરિવાર સાથે રહેવા આવ્યો હતો. આરોપી કલરકામની છૂટક મજૂરી કરે છે. તેને પણ સંતાનમાં એક 11 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી છે. ઉલ્લેખનીય છે કે, બાળકીનું અપહરણ થયું હોવાની ઘટનામાં વલસાડ જિલ્લા પોલીસે જિલ્લા પોલીસવડા વિજય સિંહ ગુર્જરની સુચના તથા માર્ગદર્શન મુજબ નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેના નેતૃત્વમાં LCB PI વી. બી. બારડ, SOG PI જે.એન ગીસ્વામી તથા વાપી ટાઉન, વાપી જી.આઇ.ડી.સી ના 100 જેટલા માણસોની અલગ અલગ ટીમો બનાવી વાપી શહેર વિસ્તારમાં ભોગ બનનાર બાળા તથા આરોપીને શોધવાનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં સ્થાનિકોની પણ મદદ લઇ 4 કલાક સુધી આરોપીની શોધખોળ કરતાં વાપી શહેર વિસ્તારમાં આવેલ ગીતાનગર ટાંકી ફળીયા વિસ્તારમાં નવા બની રહેલ બિલ્ડીંગના ચોથામાળે પાણીની ટાંકી ઉપરથી ભોગબનનાર બાળકી સાથે આરોપીને શોધી કાઢવામા આવ્યો હતો.

Related posts

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

ભાગ્યે જ જોવા મળતા ફેફસાની ગાંઠની જીસીએસ હોસ્પિટલમાં થઇ નિઃશુલ્ક સર્જરી

Ahmedabad Samay

સામાજીક કાર્યકર્તા નિકુલ મારુ અને તેમની ટિમ દ્વારા મેઘાણીનગર વિસ્તારમા ગ્લુકોઝના પેકેટનુ વિતરણ કરાયુ

Ahmedabad Samay

શ્રી મહેશસિંહ કુશવાહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો