September 21, 2026
દેશરમતગમત

સૈન્ય બાદ ક્રિકેટ ટીમએ પણ “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું, ભારતીય ટીમે પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત હાંસલ કરી

ટી૨૦ એશિયા કપ ૨૦૨૫ના છઠ્ઠા મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ૭ વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આ જીતને ભારતીય ટીમ દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ બાદ ક્રિકેટના મેદાન પર પાકિસ્તાનનો સફાયો ગણવામાં આવી રહી છે. દુબઈના મેદાન પર રમાયેલા આ મુકાબલામાં ભારતે ૩૨ બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરી લીધી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાની બેટ્સમેનો ભારતીય સ્પિનરો સામે લાચાર જોવા મળ્યા અને ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૨૭ રન જ બનાવી શક્યા.
૧૨૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત અપેક્ષા મુજબ નહોતી, જ્યારે શુભમ ગિલ માત્ર ૧૦ રન બનાવીને આઉટ થઈ ગયા. જોકે, બીજા છેડેથી અભિષેક શર્માએ આક્રમક બેટિંગ કરતા ૧૩ બોલમાં ૪ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી ૩૧ રન બનાવ્યા, અને મેચનો રંગ પલટાવ્યો. અભિષેકના આઉટ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ત્રીજી વિકેટ માટે અર્ધશતકીય ભાગીદારી નોંધાવી.
તિલક વર્માએ ૩૧ બોલમાં ૩૧ રનની સમજદારીપૂર્વક બેટિંગ કરી, જ્યારે કેપ્ટન સૂર્યાએ એક છેડો સંભાળીને ૩૭ બોલમાં ૪૭ રન બનાવ્યા અને છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. શિવમ દુબે પણ ૧૦ રન બનાવી અણનમ રહ્યા

Related posts

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલું ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

Ahmedabad Samay

મહારાષ્ટ્રની મધર ટેરેસાનું થયું દુઃખદ નિધન, પદ્મશ્રી સિંધુતાઈ સપકલનું પૂણેમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની છત્તીસગઢના બસ્તરની મુલાકાત દરમિયાન છત્તીસગઢના 86 નક્સલીઓએ તેલંગાણામાં આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો