September 27, 2026
ગુજરાતરમતગમત

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. 225 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 188 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 68 રન અને બટલરે 52 રન બનાવ્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 225 રનનો મોટો લક્ષ્‍યાંક આપ્યો હતો. વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ અણનમ 80 રન બનાવ્યા હતા. કોહલીએ 52 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 80 રન બનાવ્યા. હાર્દિક પંડ્યા 17 બોલમાં 39 રન બનાવ્યા. જ્યારે રોહિત શર્માએ 64 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક અને રાશિદે એક-એક વિકેટ લીધી હતી.

Related posts

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

ચેતી જજો સાબરમતી નદી, કાંકરીયા લેક અને ચંડોળા તળાવમાંથી મળ્યો કોરોના

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા #fathersday નિમિતે ચિત્ર સ્પર્ધા યોજી જીવનમાં પિતાના મહત્વ વિશે સમજાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો