February 10, 2025
દેશરમતગમત

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી,અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ઈન્ડિયન ટીમે 157 રનથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે

કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો. ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. જ્યારે પાંચ મેચમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ એકમાત્ર મેચ લગભગ 50 વર્ષ પહેલા 1971માં ઇંગ્લેન્ડ ટૂર પર અહીં જીતી હતી. 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન માં રમાઇ હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરીને જબરદસ્ત જીત મેળવી હતી. ભારતીય ટીમે બીજા દાવની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ છે.

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વોલીબોલ ટૂર્નામેન્ટનું સફળ આયોજન…

Ahmedabad Samay

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

Ahmedabad Samay

ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમા F56 ડિસ્ક થ્રોમા મેડલ મેળવ્યો

Ahmedabad Samay

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

ઋષભ પંતના ફેન્સ માટે મોટા સમાચાર, શરુ કરી બેટીંગની પ્રેક્ટિસ

Ahmedabad Samay

ભારતે પાકિસ્તાનને ૬ રનથી પરાજય આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો