August 12, 2026
તાજા સમાચારરાજકારણ

નીતિશ કુમારે ૧૦ મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા,બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્‍યમંત્રીઓમાંના એક બન્‍યા

નીતિશ કુમારે ૧૦મી વખત બિહારના મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા છે. જોકે, આ વખતે પરિસ્‍થિતિ અલગ છે. અત્‍યાર સુધી સરકારમાં જુનિયર ભાગીદાર રહેલા ભાજપ પાસે સૌથી વધુ ૧૪ મંત્રીઓ છે.

નીતિશ કુમારના જેડીયુ પાસે માત્ર આઠ છે. એવું માનવામાં આવે છે કે ભાજપ નેતૃત્વ ની નવી સરકારમાં પોતાના માટે મજબૂત રીતે હિમાયત કરી છે અને સૌથી વધુ મંત્રીઓની નિમણૂક કરવામાં સફળતા મેળવી છે.

ભાજપને બે વધારાના ફાયદા થયા છે. પ્રથમ, વિધાનસભા અધ્‍યક્ષનું પદ પણ ભાજપને જવાનું કહેવામાં આવી રહ્યું છે, બે નાયબ મુખ્‍યમંત્રીઓની નિમણૂક પણ ભાજપ માટે જીત-જીતની સ્‍થિતિ છે. અગાઉ, એવું કહેવામાં આવતું હતું કે નીતિશ કુમાર બે નાયબ મુખ્‍યમંત્રીઓની નિમણૂક કરવાના પક્ષમાં નહોતા. આવી સ્‍થિતિમાં, બે નાયબ મુખ્‍યમંત્રીઓને જાળવી રાખવા એ પણ ભાજપ માટે ફાયદો છે.

શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને એનડીએ શાસિત રાજ્‍યોના અનેક મુખ્‍યમંત્રીઓ અને કેન્‍દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ, મધ્‍ય પ્રદેશના મોહન યાદવ, રાજસ્‍થાનના ભજનલાલ શર્મા અને ગુજરાતના ભૂપેન્‍દ્ર પટેલ સહિત અનેક અગ્રણી નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા.

ગાંધી મેદાનને સુંદર રીતે શણગારવામાં આવ્‍યું હતું. હજારો જેડીયુ-ભાજપ કાર્યકરો અને જનતા સમારોહમાં હાજર રહી હતી. મંચ પરથી બિહાર મેં ફિર એક બાર – નીતિશ કુમારના નારા ગુંજી ઉઠ્‍યા.

ગાંધી મેદાનમાં નીતિશ કુમાર ઉપરાંત, એનડીએ સરકારના ૨૬ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. ભાજપ વિધાનસભા પક્ષના નેતા સમ્રાટ ચૌધરી અને ઉપનેતા વિજય કુમાર સિંહાએ નાયબ મુખ્‍યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા ઉપરાંત, ભાજપના સભ્‍યો મંગલ પાંડે, ડૉ. દિલીપ જયસ્‍વાલ, નીતિન નવીન, રામકળપાલ યાદવ, સંજય સિંહ, અરુણ શંકર પ્રસાદ, સુરેન્‍દ્ર મહેતા, નારાયણ પ્રસાદ, રામા નિષાદ, લખેન્‍દ્ર પાસવાન, શ્રેયસી સિંહ અને ડૉ. પ્રમોદ કુમાર ચંદ્રવંશીએ પણ બિહાર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમારની પાર્ટી, જેડીયુના આઠ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જેડીયુ તરફથી મંત્રી તરીકે શપથ લેનારાઓમાં વિજય કુમાર ચૌધરી, શ્રવણ કુમાર, વિજેન્‍દ્ર યાદવ, અશોક ચૌધરી, લેસી સિંહ, મોહમ્‍મદ જામા ખાન, મદન સાહની અને ડૉ. પ્રમોદ કુમારનો સમાવેશ થાય છે.

ચિરાગ પાસવાનની પાર્ટીમાંથી સંજય કુમાર (પાસવાન) અને સંજય સિંહે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન, જીતન રામ માંઝી અને ઉપેન્‍દ્ર કુશવાહાના પક્ષમાંથી સંતોષ કુમાર સુમન અને દીપક પ્રકાશે પણ નવી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

નીતિશ પહેલી વાર નવેમ્‍બર ૨૦૦૫માં મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્‍યારબાદ તેમણે ૨૦૧૦, ૨૦૧૫ (બે વાર), ૨૦૧૭, ૨૦૨૦, ૨૦૨૨ (બે વાર) અને ૨૦૨૪માં શપથ લીધા હતા. તેમણે હવે બિહારના મુખ્‍યમંત્રી તરીકે પોતાનો ૧૦મો કાર્યકાળ શરૂ કર્યો છે, જેનાથી તેઓ બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્‍યમંત્રીઓમાંના એક બન્‍યા છે.

Related posts

નારી શક્તિ વંદ કાયદાનો મહિલા નેતાઓ, ખાસ કરીને વિપક્ષી પક્ષોના, એ સરકારના પગલાને ખુલ્લેઆમ સમર્થન કર્યું

Ahmedabad Samay

એડી ચોટીનું જોડ લગાવ્યું,પણ બીજેપી.ની કારમી હાર

Ahmedabad Samay

વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, રેસકોર્સ ખાતે સભાને સંબોધન કરશે

Ahmedabad Samay

સ્‍પ્રે ફેંકવું અને સંસદની બહાર અને અંદર સૂત્રોચ્‍ચાર કરવો એ સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો