March 25, 2025
રાજકારણ

વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, રેસકોર્સ ખાતે સભાને સંબોધન કરશે

વડાપ્રધાન આગામી 27 અને 28 જુલાઈએ ગુજરાત આવી રહ્યા છે ત્યારે પ્રથમ દિવસનો તેમનો પ્રવાસ રાજકોટ ખાતે યોજાશે જ્યાં હીરાસર એરપોર્ટરુપી ભેટ પીએમ આપશે આ સાથે અન્ય ભેટ પણ રાજકોટ વાસીઓને મળશે ત્યારે વડાપ્રધાનના રેસકોર્સ ખાતેના કાર્યક્રમ સંબંધી તૈયારીઓ તેમજ હીરાસર એરપોર્ટ ખાતેની તૈયારીઓ તેજ બની છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પીએમના રાજકોટના કાર્યક્રમને લઈને નિરીક્ષણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. ૨૭ જૂલાઈના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જનસભા સંબોધવાના છે,જે સંદર્ભે ગઈકાલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રેસકોર્સ
ખાતે વડાપ્રધાનના સભાસ્થળની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું, અઘિકારીઓ પાસેથી પ્રવેશ, નિકાસ, વી.આઈ.પી. તેમજ અન્ય બેઠક
વ્યવસ્થા અને બેઠકક્ષમતા, જાહેર સલામતી અને અન્ય વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવી તેમણે
જરૂરી સૂચનો કર્યા હતા.

પીએમના કાર્યક્રમ પહેલા રેસકોર્સ ખાતે સીએમ ઉપરાંત મંત્રી ઘવજીભાઈ પટેલ,  કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, મેયરરી પ્રદીપ ડવ, સંસદસભ્શ્રી મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા,
ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના હીરાસર નજીક 2500 એકરમાં અંદાજે 2500 કરોડના ખર્ચે 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે ભવ્ય અને અદ્યતન એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.3 વર્ષ પહેલા તત્કાલીન સીએમ વિજય રૂપાણીએ રાજકોટમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે MOU કર્યા હતા. ત્યારે આ એરપોર્ટનું ઉદઘાટન પણ પીએમના હસ્તે કરાશે.

Related posts

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

દિલ્‍હી વિધાનસભાના મત EVM માં થયા કે, ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે,

Ahmedabad Samay

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

રાહુલ ગાંધી આજે સુરતની અદાલતમાં માનહાનિના કેસ સંદર્ભે હાજર થયા

Ahmedabad Samay

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો