September 22, 2026
ગુજરાતરાજકારણ

જીગ્નેશ મેવાણીની બહુચરાજીમાં આજે જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ,જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ભરતસિહ સોલંકી સહિત અન્ય નેતા, અગ્રણી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

જો કે, આ દરમિયાન કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી વધુ એક મોટા વિવાદમાં સપડાયા હોય તેમ લાગી રહ્યું છે. મહેસાણામાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી માં બહુચરની ગરિમા ભૂલ્યા હોય તેવા આરોપ થઈ રહ્યા છે. બહુચરાજી મંદિરમાં જય બહુચરના બદલે જય ભીમના નારા લગાવ્યા અને ધારાસભ્યે ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી હોવાનું ભકતો જણાવી રહ્યા છે. મંદિર પરિસરમાં પહોંચીને પણ જીગ્નેશભાઈ મેવાણીએ માં બહુચરનાં દર્શન ન કરતા આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો ભકતો જણાવી રહ્યા છે.

કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી વધુ એક વિવાદમાં ફસાયા છે. આજે મહેસાણા (Mehsana) ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. દરમિયાન, માં બહુચરનાં આંગણે આવેલા કોંગ્રેસ MLA જીગ્નેશ મેવાણી માતાજીની ગરિમા ભૂલ્યા હોય તેવા આરોપ થઈ રહ્યા છે. બહુચરાજી મંદિરમાં જય બહુચરનાં બદલે જય ભીમના નારા લગાવ્યા અને ન માતાજીનાં દર્શન કર્યા કે ન માતાજીની સેવા કરી તેવો ભકતો આક્ષેપ કરી રહ્યા છે. મંદિર પરિસરમાં પહોંચીને પણ માં બહુચરનાં દર્શન ન કરતા આસ્થાને ઠેસ પહોંચી હોવાનું પણ ભકતોનું કહેવું છે. જો કે, આ મામલે સવાલ કરતા જીગ્નેશ મેવાણીએ ચોંકાવનારો જવાબ આપ્યો હતો.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, ભ્રષ્ટ નેતાઓ, અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરે છે અને પછી ભ્રષ્ટાચારનાં જ રૂપિયાથી દ્વારકા સહિતનાં મંદિરોમાં ધજા ચડાવે છે. તેમણે મન ચંગા તો કઠોતી મે ગંગા, ઉપરાંત કબીરનો દોહો પણ સંભળાવ્યો હતો પરંતુ મીડિયાનાં સવાલોનો ચોક્કસ જવાબ આપ્યો નહોતો. કેટલાક સ્થાનિક લોકોનો આરોપ છે કે તેઓ હિદુ વિરોધી માનસિકતા ધરાવે છે. હિદુઓનાં મંદિરમાં જઈને આસ્થાને ઠેસ પહોંચાડી હોવાનો અને આસ્થાનાં ધામમાં અપમાનજનક વૃત્તિનો ગંભીર આક્ષેપ થયો છે.

Related posts

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

ગુજરાતથી કરણી સેનાના ૫૦૦ જેટલા કાર્યકરો જયપુર ખાતે આંદોલનમાં જોડાશે

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay

શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી પગલે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક અને ગાર્ડન બંધ રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો