સમગ્ર દેશભરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહની હત્યાના વિરોધમાં તેમના હત્યારાઓને કડકમાં કડક સજા આપવા માટે ઉગ્ર વિરોધ અને આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને દેશ ભરમાંથી જુદા જુદા સંગઠનો અને જુદા જુદા રાજ્યો માંથી કરણી સેના કાર્યકરો જયપુરમાં એકત્રિત થઇ રહ્યા છે,ગુજરાતમાંથી પણ કરણી સેનાના કાર્યકરો ત્યાં એકત્રિત થવા જઇ રહ્યા છે,

અમદાવાદ સમય સાથે કરણી સેનાના સંગ્રામસિંહ કુશવા સંગઠન મહામંત્રી ગુજરાત પ્રદેશ એ જણાવ્યું છે કે તેઓ અને નરોત્તમસિંહ સેંગર જિલ્લા અધ્યક્ષ અમદાવાદ, ગુજરાતના નેતૃત્વમાં અન્ય ૫૦૦ જેટલા

કાર્યકરો અમદાવાદના નાના ચિલોડા ખાતે એકત્રિત થઇ જયપુર ખાતે આંદોલનમાં જોડવાના છે અને ગોગામેડીના હથિયારાઓને સજા આપવાની દેશ વ્યાપી માંગ સાથે જોડવાના છે
