August 7, 2026
ગુજરાત

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખાનગી બસોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. કોઈ કારણોસર આગ ફાટી નીકળતા 7 ગાડીઓને ભારે નુકસાન થયું હતુ. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કન્ટ્રોલમાં આવે તે પહેલાજ બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં બે બસોને ભારે નુકસાન થુયં હતું. જેમાં એક કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગ આવેલું છે. અહી ગઈકાલે કેટલીક ખાનગી બસો પાર્ક કરવામાં આવી હતી. મોડી રાત્રે કોઈ કારણોસર એક ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ પાર્ક કરાયેલી અન્ય ગાડીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. સ્થાનિકોએ આગને જોતા જ રાત્રે 3.43 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી, અને 3.45 કલાકે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝવવાનું શરૂ કર્યું હતુ. 10 મિનીટમાં આગ કાબૂમાં આવી હતી.

પરંતુ તે સુધીમાં ગાડીઓ બળી ગઈ હતી. કુલ 7 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને એક કાર સામેલ છે. જોકે, આ આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણ શકાયું નથી. ઘટના સ્થળે તાત્કાલિક પહોંચેલા બસ માલિક દિપક પટેલે કહ્યું કે, અમે રાત્રે સૂતા હતા ત્યારે ફોન આવ્યો કે તમારી બસોમાં આગ લાગી છે. રસ્તામાં મેં પણ ફાયરને ફોન કર્યો તો જાણ કરી અમે ગાડી પહેલે જ મોકલી છે. એક બસમાંથી બીજી બસોમાં નુકસાન. અમારી કુલ 7 ગાડીને નુકસાન થયું છે. પણ

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ખાણી પીણી બજારમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ, કોરોના ગાઇડલાઈનનો ઉલનઘન

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Ahmedabad Samay

AMC દ્વારા વહીવટી વિભાગને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી મોટા પાયે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો