August 7, 2026
અપરાધ

સોલા: વિવાન્તા ઇન્ટરનેશનલ સ્પા પર અમદાવાદ કરાઈમ બ્રાન્ચની Anti Human Trafficking Unit ટીમે દ્વારા દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો

સોલા વિસ્તારના વિવાન્તા ઇન્ટરનેશનલ સ્પા પર અમદાવાદ કરાઈમ બ્રાન્ચની Anti Human Trafficking Unit ટીમે દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. મસાજ પાર્લરની આડમાં ચાલતા આ ધંધાની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે સચોટ યોજના બનાવીને રેડ હાથ ધરી હતી.

AHTUને બાતમી મળી હતી કે વૈષ્ણોદેવી સર્કલ પાસે રનસ્કેપ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલ વિવાન્તા સ્પા માં મહિલા દ્વારા મસાજની આડમાં દેહવ્યાપાર ચલાવી રહ્યો છે. આ માહિતીની પુષ્ટિ કરવા માટે પોલીસએ એક ડમી ગ્રાહક મોકલ્યો.ડમી ગ્રાહકે જ્યાં શારીરિક સંબંધ માટે સ્ત્રીની માંગણી કરી અને ભાવતાલ નક્કી કર્યો  ત્યારબાદ તેણે પોલીસને સંદેશ મોકલતાં જ ટીમે સ્થળ પર દરોડો પાડી દીધો હતો

સ્પાના રિસેપ્શન પર હાજર વ્યક્તિએ પોતાનું નામ તરુણકુમાર (મેનેજર) હોવાનું જણાવ્યું. પૂછપરછમાં જાણવા મળ્યું કે સ્પાના મુખ્ય માલિકો નીલ શાહ, હિરેન ઉપાધ્યાય અને ભાડાના કરારમાં દર્શાવાયેલ ગૌતમ ઠાકોર છે.

રેડ વખતે સ્પાના 15 રૂમમાંથી 10 મસાજ રૂમ હતા. અહીંથી કુલ 8 મહિલાઓ મળી આવી હતી, જેમાંથી 4 મહિલાઓએ ખુલાસો કર્યો કે— તેમને સ્પાના માલિકો દ્વારા દેહવ્યાપાર માટે દબાણ કરવામાં આવતું

પ્રતિ ગ્રાહક તેમને ₹1000 આપવામાં આવતાં. મેનેજર અને માલિકો આ સમગ્ર રેકેટ ચલાવતા હતા આ ઉપરાંત, સ્પામાં કોઈપણ પ્રકારના વેરિફિકેશન દસ્તાવેજો, સ્ટાફ વિગતો અથવા જરૂરી કાનૂની પરવાનગીઓ ઉપલબ્ધ નહોતી.
પોલીસે સ્થળ પરથી પુરાવા મળ્યા બાદ મેનેજર તરુણકુમાર, અને માલિકો ગૌતમ ઠાકોર, નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ હ્યુમન ટ્રેફિકિંગ અને ગેરકાયદેસર દેહવ્યાપારના પ્રાવધાન મુજબ ગુનો દાખલ કર્યો છે.

Related posts

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

પોલીસે Ghibli એપ્લિકેશનના યુઝર્સોઓને આ ટ્રેન્ડ અંગે સાવધાન રહેવાની સલાહ આપી, જાણો કેમ છે ખતરનાક આ એપ્લિકેશન

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

અમદાવાદ: બગોદરાની હોટેલમાં રોકાયેલા મુંબઈના પરિવારના 4 મોબાઇલ, રોકડ મળી રૂ.37,500ની મતા ચોરાઈ

Ahmedabad Samay

યુપીના મેરઠમાં પત્‍નીએ બોયફ્રેન્‍ડ સાથે મળીને પતિનું મર્ડર કરી નાખ્‍યું. બાદમાં લાશના ૧૫ ટુકડા કરી નાખ્‍યા

Ahmedabad Samay

દિલ્‍હી પોલીસે વિવિધ રાજ્‍યોમાંથી પાંચ આતંકવાદીઓની ધરપકડ કરી, આંતકવાદીઓના મનસૂબા કર્યા નિષ્ફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો