લગ્નના ત્રણેક માસ બાદ જ તેની સાસુ સસરા નણંદ તમામ લોકો ભેગા મળી આ યુવતીને કામ બાબતે ભૂલો કાઢીને ત્રાસ આપતા હતા અને બિભત્સ ગાળો બોલતા હતા.યુવતીનો આક્ષેપ છે કે તેની સાસુ સસરાએ અને નણંદ નાની નાની કામની વાતોમાં તેને ત્રાસ આપી બીભત્સ ગાળો બોલતા હતા.લગ્નના પંદરેક દિવસ બાદ જ આ યુવતી ના પિતા ને સસરાએ બોલાવી ઠપકો આપ્યો હતો કે તેમની દીકરીને કોઈ કામ આવડતું નથી તેને ઘર કામ શીખવાડો. જેથી આ યુવતી પિયરમાં બે મહિના રહેતી અને સાસરીમાં પંદરેક દિવસ રહેતી હતી.
તેનો પતિ પણ તેના પરિવારના સભ્યોનો પક્ષ લઈને તેને માર મારતો હતો. અનેક વાર આ યુવતીનો પતિ અલગ અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અને જો યુવતી આ રીતે સબન્ધ બાધવાની ના પાડે તો ઝગડા કરતો હતો. આટલું જ નહીં લગ્નથી આજ દિન સુધી આ જ કારણોથી યુવતીને તેના પતિનું શારીરિક સુખ પણ મળ્યું નહોતું. રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ હેલ્પલાઇન પર ફોન કરી આ બાબતે ફરિયાદ આપતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે