ઉમરેઠ પાસે નરાધમોએ ગૌ માતાને ઢોર માર માર્યો હતો, નરાધમોએ એ હદે માર માર્યો હતો કે ગૌ માતાની ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું,
આ ઘટના વિશે શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના યુવાનો ગૌ રક્ષકો ને જાણ થતાં તેમના દ્વારા ગૌ માતાના હથિયારાાઓ ની શોધ ખોળ ચાલુ કરી હતી અને શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેના ઉમરેઠ સહિત રાજપુત યુવા સંગઠન ઉમરેઠ ના આગેવાન ભાઈઓએ સાથે મળી જે નારાધામોએ ગૌમાતાને માર મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી, એને પકડી ને ખંભોળજ પોલીસ ને સોંપી દેવામાં આવ્યા હતા.
શ્રી રાજપુત કરણી સેના ઉપપ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ, પ્રમુખ મિનેષ સિંહ, મહાકાલ સેના પ્રમુખ ઉપેન્દ્ર સિંહ ચાવડા અને ઉપપ્રમુખ વસંત સિંહ ચૌહાણ સહિત રાજપૂત યુવા સંગઠનના આગેવાનો તથા તમામ કાર્યકર્તાઓએ મળીને ગૌ હત્યા કરનારાઓ ને પકડાવી સુંદર કામગીરી કરી હતી.