September 13, 2024
અપરાધગુજરાત

વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો

રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદનો કાયદો લાગુ થઇ ગયો છે. વડોદરામાં લવ જેહાદના કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. યુવતીનું નામ બદલી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરવામાં આવ્યુ હતું. યુવતીને હિન્દૂ ધર્મ ન પાળવા બાબતે પણ દબાણ કરવામાં આવ્યુ હતું. પીડિતા સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકના સંપર્કમાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

યુવક સામે દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટની કલમ દાખલ થઈ છે. પીડિતા સોશિયલ મીડીયાના માધ્યમથી સમીર અબ્દુલ કુરેશી નામના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતીની સામે ધર્મ છુપાવ્યો હતો. તેણે યુવતીને ખ્રિસ્તી ધર્મનું હોવાનું કહ્યું હતું. તેણે યુવતીન પોતે માર્ટીન સેમ નામ હોવાનું જણાવ્યું હતું. યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુ. જેના બાદ યુવતીના મોબાઈલમાં વીડિયો અને ફોટા ઉતાર્યા હતા. આ બતાવીને યુવકે અવાર નવાર તેને બ્લેક મેઇલ કરી હતી. તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

જો કે, યુવતિ બે વખત યુવતી ગર્ભવતી પણ થઈ હતી. યુવતીનું એબોર્શન કરાવ્યું હતું. તેમજ તેના બાદ યુવતી સાથે બળજબરીપૂર્વક લગ્ન પણ કર્યા હતા. યુવતીએ હિન્દુ ધર્મ છોડવાની ના પાડી હતી, તેથી યુવકે તેને ધર્મ અપનાવવા બાણ કર્યું હતું. તેણે યુવતીનું નામ બદલીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કર્યું હતું.

આરોપી યુવક સમીર અબ્દુલ કુરેશી આરોપી તરસાલીનો વતની છે અને મટનની દુકાન ચલાવે છે. યુવકની હકીકત સામે આવતા પીડિતા પોલીસ સામે આવી હતી. જેથી લવ જેહાદ કાયદા અંતર્ગત પહેલો ગુનો દાખલ થયો હતો.

Related posts

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

મહેસાણાથી અમેરિકા જવા નીકળેલા 9 યુવકો ફ્રાંસની જેલમાં બંધ! વધુ એક એજન્ટની ધરપકડ, અમદાવાદનો મુખ્ય એજન્ટ હાલ પણ ફરાર

Ahmedabad Samay

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે:(પોલીસ કમિશ્નર) સંજય શ્રીવાસ્તવ

Ahmedabad Samay

અમદાવાદ: ગોતાના વિસત એસ્ટેટમાંથી 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો