June 24, 2026
ગુજરાત

અમદાવાદમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા

ગુજરાત હાઈ કોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે સકંજો કસાયો છે. શહેરમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા હતા. ઇ-ચલણ ન ભરવા, ઓવરસ્‍પીડ અને બેફામ ડ્રાઇવિંગ કરનારા ચાલકોના લાઇસન્‍સ આજીવન રદ થઈ શકે છે.

જાન્‍યુઆરી ૨૦૨૪ થી નવેમ્‍બર ૨૦૨૫ વચ્‍ચેના ૨૩ મહિનામાં અમદાવાદમાં ૨૩૩૪ ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. આરટીઓ દ્વારા શહેર ટ્રાફિક પોલીસના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત ત્રણ થી છ મહિના સુધી લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરાયા હતા.

સૂત્રોએ જણાવ્‍યું કે, જે ડ્રાઇવરોનું લાઇસન્‍સ પહેલેથી જ સસ્‍પેન્‍ડ થઈ ગયું છે અને તેઓ ફરીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેમને આજીવન સસ્‍પેન્‍શનનો સામનો કરવો પડી શકે છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્‍યું કે, જો એકવાર ડ્રાઇવિંગ લાઇસન્‍સ રદ થાય, તો તે પાસપોર્ટ મેળવવા અથવા રિન્‍યૂ કરવામાં પણ ગંભીર અવરોધો ઊભા કરી શકે છે. આનાથી તે વ્‍યક્‍તિની વિદેશ મુસાફરીની શકયતાઓ પર અસર પડી શકે છે. સસ્‍પેન્‍શન મુખ્‍યત્‍વે શહેરભરમાં ઓવરસ્‍પીડિંગ, ખોટી બાજુએ ડ્રાઇવિંગ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ જેવા ગુનાઓમાં થયેલા વધારાને કારણે થયા છે.

જે ચાલકોના ત્રણ કે તેથી વધુ ટ્રાફિક ચલણ બાકી હતા તેવા ૧૬૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ કરાયા હતા. હવે જો આ ચાલકો વધુ એક વખત ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેમનું લાઇસન્‍સ આજીવન કેન્‍સલ થઈ શકે છે.

 

Related posts

સમાનતા ફાઉન્ડેશન દ્વારા #fathersday નિમિતે ચિત્ર સ્પર્ધા યોજી જીવનમાં પિતાના મહત્વ વિશે સમજાવ્યું

Ahmedabad Samay

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

અમદાવાદ: તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપશે, જાણો કેવી રીતે થશે આયોજન?

Ahmedabad Samay

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજ દ્વારા કિંજલ દવે એ આંતરજ્ઞાતિય સગાઈ કરતા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો