August 8, 2026
ગુજરાત

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી,ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ

બપોરે અમદાવાદની સ્કૂલોને મળી બ્લાસ્ટની ધમકી, ફાયરની ટીમે ઝાયડસમાં તપાસ શરૂ કરી છે. બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઈ છે.

અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું છે. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ છે.

આ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ

ઝેબર સ્કૂલ, થલતેજ
મહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડ
DAV ઈન્ટરનેશલ, મકરબા
નિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુર
ઝાયડસ સ્કૂલ, વેજલપુર
CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજ
આવિષ્કાર સ્કૂલ, કલોલ
જેમ્સ એન્ડ જેમિસન, ખોરજ-ખોડિયાર
સ્કૂલ તરફ આવતો રસ્તો લોકોની અવરજવર માટે બંધ વેજલપુરની ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ અને ફાયરની ટીમ પહોંચી છે સાથે જ એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી છે. ફાયરની ચાર ગાડી અને ચાર રેસક્યુ વાન સ્કૂલ પર પહોંચી છે. સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સ્કૂલના 50 મીટર દૂરથી સ્કૂલ તરફ આવતો રસ્તો લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.

DEOની ટીમ અલગ અલગ સ્કૂલે રવાના અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ અલગ અલગ સ્કૂલે જવાના રવાના થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલને રજા આપી દેવા શાળાઓને આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી પણ અગ્રસેન સ્કૂલ જઈ રહ્યા છે.

Related posts

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો