સમગ્ર રાજ્યમાંથી માસ્ક ન પહેરવા પર દંડ વસૂલાય છે. અત્યાર સુધી સરકારે લાખો રૂપિયાનો દંડ સામાન્ય જનતા પાસેથી વસૂલી લીધો છે. તેવામાં એએમસી તંત્રની જ મોટી બેદરકારી સામે આવી છે.
એક જાહેર કાર્યક્રમમાં સ્માર્ટ સિટી વિભાગના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નીતિન સંગવાન અયોગ્ય રીતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. તેમજ અન્ય લોકોએ પણ માસ્ક પહેર્યા ન હતા. ફ્લેગ ઓફ કરનારા આમંત્રિતોએ પણ માસ્ક પહેર્યા ન હતા.
અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા દ્વારા દંડ વસૂલવાનો આદેશ કરાયા બાદ ડે પ્યુટી કમિશનર નીતિન સાંગવાન પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.