રાજ્યમાં આગામી 4થી 5 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.