November 5, 2026
અપરાધ

એરપોર્ટ પોલીસે ગોગો અને રોલીંગ પેપરનો 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદમાં ગોગો અને રોલિંગ પેપરને લઇ કાર્યવાહી કરવામાં આવી છે, એરપોર્ટ પોલીસે 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સમરથનગર અને હાંસોલના મકાનમાં પોલીસના દરોડા સામે આવ્યા છે. અમદાવાદમાં સરકારના જાહેરનામા બાદ પોલીસની મોટી કાર્યવાહી સામે આી છે, અમદાવાદના એરપોર્ટ પોલીસે ગોગો પેપર, રોલીંગ પેપર, પરફેક્ટ રોલનો જથ્થો કબ્જે કર્યો છે. એરપોર્ટ પોલીસે 72 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને સમરથનગર અને હાંસોલના મકાનમાં રેડ કરી હતી .

ગાંજો સહિતના નશાકારક દ્રવ્યોને તમાકુ સાથે મિક્ષ કરીને ‘ગોગો’ના નામથી જાણિતા રોલિંગ પેપરમાં વિટીને યુવાનોમાં સ્મોકિંગનું ચલણ વધ્યુ છે. જે જીવલેણ છે. જેના પગલે ગૃહ વિભાગે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩(૨) અને (૩) હેઠળ મળેલી સત્તાની રૂએ આ પ્રકારના સ્મોકિંગ કોન, રોલિંગ પેપરના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકવાનો આદેશ કર્યો છે. યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમાં ટાઈટેનિયમ ઓક્સાઈડ, પોટેશિયમ નાઈટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આવી ચીજ વસ્તુઓ પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં છુટથી વેચાણ થાય છે. જેના ઉપર ગૃહ વિભાગે પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ છે. રાજ્યના ગૃહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે એક મહત્વપૂર્ણ અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. જેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS) ની કલમ ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

GLS કોલેજના પ્રોફેસરે માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કર્યું

Ahmedabad Samay

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો