August 6, 2026
પોલીસ
ગુજરાત

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે સઘન ચેકીંગ હાથ ધર્યું

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક બની છે. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે નવા વર્ષના પહેલા દિવસે દારૂની તસ્કરી વધવાની આશંકાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનનું કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દારૂની હેરાફેરી પર અંકુશ મૂકાઈ શકે.

ગુજરાત-રાજસ્થાનને જોડતી કુલ 10 સરહદી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસની વિશેષ બાજ નજર રાખવામાં આવી રહી છે. અહીં 48 જેટલા નાકા પોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 24 કલાક પોલીસ દ્વારા વાહનોની તપાસ હાથ ધરાશે.

પોલીસ દ્વારા ખાનગી કાર, લક્ઝરી વાહનો, બસો તેમજ માલ વાહકોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનોને અટકાવી તલાશી લેવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસની કામગીરીના પરિણામે છેલ્લા 120 દિવસમાં અંદાજે 20 કરોડ રૂપિયાનું દારૂ ઝડપી લેવામાં આવ્યું છે, જે પોલીસની સઘન કામગીરી દર્શાવે છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે ગુજરાત પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને સતર્ક છે.

Related posts

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

Ahmedabad Samay

હિન્‍દુ કેલેન્‍ડરમાં 2026નો અધિક માસ છે ખાસ, જાણો શુ છે ખાસ આ અધિકમાસમાં

Ahmedabad Samay

ઠક્કરનગર ચાર રસ્તા પાસે પોલીસે જનતાના ૧૦૦૦રૂપિયા બચાવ્યા

Ahmedabad Samay

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો