August 7, 2026
ગુજરાતમનોરંજન

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

વિશ્વભરનાં બાળકો ફિલ્મમેકર તરીકે પોતાની પ્રતિભા બતાવી શકે છે અને બાળકો સિનેમા જોવાનો આનંદ માણી શકે એવું એકમાત્ર પ્લેટફોર્મ અમદાવાદ ઇન્ટનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ-2020 (AICFF) છે. હવે આ ફેસ્ટિવલ વર્ષ 2020માં તેની બીજી આવૃત્તિ સાથે ફરી યોજવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે કોરોના રોગચાળાને લીધે ફેસ્ટિવલને ઓનલાઇન યોજવામાં આવશે.

ફિલ્મનું સ્ક્રીનિંગ અમારી અધિકૃત યુટ્યૂબ ચેનલ/ફેસબુક પેજ ઉપર થશે. આ વર્ષે ફેસ્ટિવલ 18-19 ડિસેમ્બર, 2020 દરમિયાન સિલેક્ટ થયેલી ફિલ્મો સાથે ઓનલાઇન યોજવામાં આવશે.આ વર્ષે ફેસ્ટિવલને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. અમને 25 દેશોમાંથી 132 ફિલ્મ્સની એન્ટ્રી મળી છે. જેમાંથી વિવિધ કેટેગરીઝ, ફિચર ફિલ્મ, સ્ટુડન્ટ ફિલ્મ, શોર્ટ ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મમાંથી 63 ફિલ્મો અંતિમ પુરસ્કારો માટે સ્પર્ધા માટે પસંદ થઈ છે.

ફિલ્મના ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની કહે છે કે આ વર્ષે અમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને ઘણી બધી ફિલ્મો આપણી કલ્પનાથી પણ આગળ છે. ફિલ્મ ફેસ્ટિવલના જ્યુરી સભ્ય આરતી પટેલે જણાવ્યું હતું કે બાળકો માટેની ફિલ્મો બનાવવી એ પરિપક્વ પ્રેક્ષકો માટે બનાવાતી ફિલ્મ કરતાં વધારે મુશ્કેલ છે, કારણ કે તમારે બાળકોની ભાવનાઓ સાથે વધુ કામ કરવાની જરૂર છે.

Related posts

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો