RTE માં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૭૦૦ બેઠકોનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે અનેક ગરીબ પરિવારના બાળકો આર.ઇ.ટી અંતર્ગત પ્રવેશથી વંચિત રહી જશે.
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ માં પ્રવેશ માટે ઉપલબ્ધ છે. ૩૮૦૦ બેઠકો સામે ૭૯૩૬ વિધ્યાર્થીઓએ એડમિશન માટે ફોર્મ ભર્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં એડમિશન આપવામા આવતું હોય છે.
ત્યારે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન અંતગર્ત એડમિશનની શરૂઆત થઈ ચૂકી છે. તા. ૫ જુન રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ ૩૮૦૦ જગ્યા માટે ૭૯૩૬ વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. તા. ૧૩ જૂલાઇ બાદ પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે”