September 21, 2026
ગુજરાત

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ ૨૦૨૫ના સિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજ્યમાંથી કુલ ૩૪ જેટલા ઉમેદવારોએ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી દેશના વહીવટી તંત્રમાં જોડાવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.

નિસાર દિશાંત રાજ્યમાં મોખરે
આ વર્ષના પરિણામોમાં ગુજરાતના નિસાર દિશાંત અમૃતલાલે ઓલ ઇન્ડિયા લેવલે ૧૯મો રેન્ક મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ સિદ્ધિ અન્ય ઉમેદવારો માટે પ્રેરણારૂપ બની છે. આ ઉપરાંત, ચૌધરી વિપુલભાઈ કરમણભાઈએ ૧૧૫મો રેન્ક, ભાવેશ જગલાને ૧૨૮મો રેન્ક અને પંકજ સોનીએ ૧૩૦મો રેન્ક મેળવી ટોચના ક્રમોમાં સ્થાન મેળવ્યું છે.
સફળ ઉમેદવારોની યાદી અને રેન્ક
ગુજરાતમાંથી ઉત્તીર્ણ થયેલા અન્ય તેજસ્વી ઉમેદવારોના નામ અને તેમના રેન્કની વિગત નીચે મુજબ છે:

* સૌરભ શર્મા – ૧૪૬
* મેંદાપરા તુષાર હિંમતભાઈ – ૧૯૫
* ભટ્ટ કીર્તનતુષાર – ૨૬૨
* પટેલ અનિકેત કમલેશભાઈ – ૨૬૬
* પ્રજાપતિ જીતેન્દ્ર મોતીલાલ – ૨૮૭
* સરવૈયા સાવનકુમાર પ્રવીણભાઈ – ૨૯૨
* કોમલ માવી – ૩૧૪
* રાહુલ – ૩૭૯
* પ્રિયદર્શી શ્રેયા દિલીપકુમાર – ૩૮૭
* રામ કિશનકુમાર લખમણભાઈ – ૪૭૪
* સૌરભ – ૫૪૪
* હાશમી મોહમ્મદ ઉમર – ૫૪૯
* પ્રિયદર્શી નિશાંત કિરીટકુમાર – ૫૫૯
* કોલાપે પ્રવીણ ઉત્તમરાવ – ૫૮૪
* અંશુલ યાદવ – ૫૮૬
* ચૌહાણ જૈનીશ રાજેન્દ્ર – ૫૮૯
* જીતકુમાર નામહા – ૬૦૬
* અમરાણી આદિત્ય સંજય – ૬૦૯
* સત્યમ પાંડે – ૬૧૭
* પરમાર પ્રદીપભાઈ કાલાભાઈ – ૭૦૩
* મિહિરભાઈ રાજેન્દ્રભાઈ પટેલ – ૭૦૯
* અભિષેક મીના – ૭૬૬
* હિમાંશુ વર્મા – ૭૭૯
* સ્નેહ પટેલ – ૮૧૩
* જાદવ સાગર હૃષીકેશભાઈ – ૮૨૯
* વિરેન પરમાર – ૮૩૦
* રાઠોડ નરેન્દ્રભાઈ ઠાકરશીભાઈ – ૮૪૦
* રાજપાલ પંથ વિનોદભાઈ – ૮૬૭
* રેવર રાહુલકુમાર કિશોરભાઈ – ૮૯૮
* ઓમ પટેલ – ૯૪૫

રાજ્યના આ યુવા અધિકારીઓની સફળતાથી ગુજરાતના શૈક્ષણિક જગતમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે. આગામી સમયમાં આ નવયુક્ત અધિકારીઓ દેશના વિવિધ ભાગોમાં પોતાની સેવાઓ આપીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપશે.

Related posts

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો