September 22, 2026
ગુજરાત

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

દરિયામાં હવે સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને તીવ્ર લો-પ્રેશરના રૂપમાં વિકસાઈ રહી છે. તંત્ર અને હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે, આ સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈ શકે છે અને તેનો પ્રભાવ ગુજરાત પર પડી શકે છે.

આગામી દિવસોમાં આ સિસ્ટમ રાજ્ય તરફ આગળ વધી શકે છે, જેના કારણે આગામી 22થી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા છે. બીજીબાજુ, કચ્છના વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે.

તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.

 

Related posts

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

હંસપુરા પોલીસ ચોકીમાં ૧૫૧ કલમમાં લોકપમાં ન પુરવાનો ભાવ ૨૦૦૦₹, વકીલનો વહીવટ ૨૦૦૦ જેટલો

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો