July 22, 2026
ધર્મ

પાકિસ્‍તાનના બલુચિસ્‍તાન પ્રાંતમાં પવિત્ર શક્‍તિપીઠ હિંગળાજ માતાના મંદિરે રવિવારે ત્રણ દિવસીય વાર્ષિક ઉત્‍સવનું શ્રદ્ધાપૂર્વક સમાપન

પાકિસ્‍તાનના બલુચિસ્‍તાન પ્રાંતમાં હિંગોલ નદીના કિનારે આવેલી પવિત્ર શક્‍તિપીઠ હિંગળાજ માતાના મંદિરે રવિવારે ત્રણ દિવસીય વાર્ષિક ઉત્‍સવનું શ્રદ્ધાપૂર્વક સમાપન થયું હતું. હિંગોલ નેશનલ પાર્કની પથરાળ ખીણોમાં આયોજિત આ મેળામાં ૩ લાખથી વધુ હિન્‍દુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો, જે ભારત અને નેપાળ બહાર દક્ષિણ એશિયાનો સૌથી મોટો હિન્‍દુ ધાર્મિક મેળો માનવામાં આવે છે.

નાની તેરી માયાના ગુંજારવ સાથે આખું વાતાવરણ ભક્‍તિમય બની ગયું હતું. સિંધ પ્રાંતના થરપારકર અને ઉમરકોટ જેવા અંતરિયાળ વિસ્‍તારોમાંથી હજારો ભક્‍તો ૨૦ દિવસની પદયાત્રા કરીને ઉઘાડા પગે માતાના દરબારમાં પહોંચ્‍યા હતા, જે તેમની અતૂટ આસ્‍થાની પ્રતીતિ કરાવે છે.

ધાર્મિક મહત્‍વની દ્રષ્ટિએ હિંગળાજ માતાનું આ ગુફા મંદિર ૫૧ શક્‍તિપીઠોમાંનું એક અત્‍યંત મહત્‍વનું સ્‍થાન ધરાવે છે, જ્‍યાં દેવી સતીનું બ્રહ્મરંધ્ર પડ્‍યું હોવાનું મનાય છે. આ ઉત્‍સવ દરમિયાન શ્રી હિંગળાજ માતા કલ્‍યાણ મંડળ દ્વારા ૨૪ કલાક અન્નક્ષેત્ર ચલાવવામાં આવ્‍યું હતું, જેમાં મુસાફરો માટે ઠંડુ પાણી, શરબત અને ભોજનની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. આ વર્ષે યાત્રામાં માત્ર સામાન્‍ય નાગરિકો જ નહીં, પરંતુ સેનેટર દાનિશ કુમાર સહિતની અનેક રાજકીય હસ્‍તીઓએ પણ હાજરી આપી હતી. પહાડી ભૂપળષ્ઠ અને મર્યાદિત વાહન વ્‍યવહાર હોવા છતાં, શ્રદ્ધાળુઓના ઉત્‍સાહમાં કોઈ ઉણપ જોવા મળી નહોતી.

સુરક્ષાની દ્રષ્ટિએ આટલા મોટા જનમેદનીને સંભાળવા માટે પાકિસ્‍તાની વહીવટીતંત્ર દ્વારા વ્‍યાપક વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. પાકિસ્‍તાન આર્મી, ફ્રન્‍ટિયર કોર્પ્‍સ અને પોલીસની ટુકડીઓએ સમગ્ર પહાડી વિસ્‍તારને સુરક્ષા કવચ પૂરું પાડ્‍યું હતું જેથી કોઈ અણછાજતી ઘટના ન બને. પાકિસ્‍તાનમાં વસતા આશરે ૫૦ લાખ હિન્‍દુઓ માટે આ સ્‍થળ માત્ર ધાર્મિક આસ્‍થા જ નહીં, પરંતુ સાંસ્‍કળતિક એકતાનું પણ પ્રતીક છે. સ્‍થાનિક મુસ્‍લિમ સમુદાયના લોકો પણ આ યાત્રાને નાની કા હજ કહીને માન આપે છે, જે બલુચિસ્‍તાનમાં ભાઈચારાની એક અનોખી મિસાલ પેશ કરે છે.

Related posts

બસ, 2 દિવસ રાહ જુઓ, પછી આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે, ગુરુના આશીર્વાદ વરસશે

Ahmedabad Samay

17 દિવસ પછી આ રાશિનો લકી સિતારો ચમકશે, મંગળ આપશે બમ્પર પૈસા!

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા જાણો રાશિ પ્રમાણે સપ્તાહની સ્વાસ્થ સંબધિત મહત્વની બાબત

Ahmedabad Samay

Todays Rashifal, જાણો આજનો રાશિફળ, आज का राशिफल

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો