August 8, 2026
અપરાધતાજા સમાચારદેશ

દિલ્હી સ્‍પેશિયલ સેલે ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને,

દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલે પાકિસ્‍તાની ગુપ્તચર એજન્‍સી ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને એક ભયાનક આતંકી હુમલાની યોજનાને નિષ્‍ફળ બનાવી છે. આ આતંકવાદીઓના નિશાના પર દિલ્‍હીનું એક અતિ પ્રાચીન અને ઐતિહાસિક મંદિર હતું, જ્‍યાં તેઓ સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને મોટી જાનહાનિ કરવાની ફિરાકમાં હતા. પૂછપરછમાં જાણવા મળ્‍યું છે કે આતંકીઓએ મંદિરની ઝીણવટભરી રેકી કરી તેના વીડિયો પાકિસ્‍તાન બેઠેલા હેન્‍ડલર્સને મોકલી દીધા હતા.

આતંકીઓના કાવતરામાં માત્ર ધાર્મિક સ્‍થળો જ નહીં, પરંતુ સામાન્‍ય નાગરિકોની ભીડવાળી જગ્‍યાઓ પણ સામેલ હતી. દિલ્‍હી-સોનીપત હાઈવે પર આવેલા એક અત્‍યંત પ્રખ્‍યાત ઢાબા પર હેન્‍ડ ગ્રેનેડ ફેંકીને સેંકડો લોકોને મોતના ઘાટ ઉતારવાનો તેમનો મનસૂબો હતો. આ ઉપરાંત, હરિયાણાના હિસારમાં આવેલી લશ્‍કરી છાવણી અને ઉત્તર પ્રદેશના કેટલાક પોલીસ સ્‍ટેશનો પર પણ હુમલો કરવા માટે આ મોડ્‍યુલે સંપૂર્ણ બ્‍લૂપ્રિન્‍ટ તૈયાર કરી લીધી હતી, પરંતુ સમયસરની કાર્યવાહીએ આ મોટી આફત ટાળી દીધી છે.

પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો અને વિસ્‍ફોટકો જપ્ત કર્યા છે. તપાસમાં બહાર આવ્‍યું છે કે ISI આ મોડ્‍યુલ દ્વારા ભારતમાં અરાજકતા ફેલાવવા અને સુરક્ષા દળોના મનોબળને તોડવા માંગતું હતું. હાલમાં સ્‍પેશિયલ સેલ આ આતંકીઓના નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવા માટે દિલ્‍હી સહિત અનેક રાજ્‍યોમાં દરોડા પાડી રહી છે અને તેમના સ્‍થાનિક સંપર્કોની શોધખોળ કરી રહી છે

Related posts

લિકર કેસમાં દિલ્‍હીના પૂર્વ મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર, સત્યની લાંબા સમયે જીત

Ahmedabad Samay

નિકોલમાં માનવતાને શરમાવે તેવા આ કિસ્સામાં, કાર ચાલકે વૃદ્ધને બોનેટ પર ફસાવીને પૂરઝડપે ગાડી દોડાવી

Ahmedabad Samay

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

Ahmedabad Samay

હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે ટાવર વેગન ટ્રેન બંધ પડતા ધક્કો મારી સાઈડમાં કરાઇ

Ahmedabad Samay

હુમલાનો માસ્ટરમાઇન્ડ પાકિસ્તાન આર્મીના ચીફ જનરલ અસીમ મુનીર હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં, હુમલામાં પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદનો ઉપયોગ કરવામાં આવ્યો આવી રહ્યો,

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો