ટેસ્ટને લઈને નવી એડવાઈઝરી જારી કરી છે. નવી એડવાઈઝરી મુજબ કોરોનાની તપાસ હવે લોકો ઘરે કરી શકશે. રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે એક ટેસ્ટ કિટને ICMRની મંજૂરી મળી ગઈ છે. આ કિટના માધ્યમથી લોકો ઘરમાં જ નાકના માધ્યમથી કોરોનાના સેમ્પલ લઈ શકે છે. હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ માટે LAB DISCOVERY SOLUTION LTD પૂણેની કંપનીને ઓર્થોરાઈઝ કરવામાં આવી છે. આ કિટનું નામ છે COVISELF (Pathocatch) છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે હોમ ટેસ્ટિંગ ફકત સિમ્પ્ટોમેટિક દર્દી માટે છે. સાથે જે લોકો લેબમાં કન્ફોર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય . હોમ ટેસ્ટિંગ કમ્પનીએ સૂચવેલા મેન્યૂઅલ રીતથી થશે. હોમ ટેસ્ટિંગ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપના માધ્યમથી પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.
મંજૂરી બાદ ICMRની તપાસને લઈને એડવાઈઝરી જારી કરી છે આમાં કહેવામાં આવ્યુ છે કે તે લોકો જેમને લક્ષણો નજરે પડી રહ્યા છે હાલમાં સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે તેમણે ટેસ્ટ કરવો જોઈએ. સાથે ICMRએ કહ્યુ કે કોઈ કારણ વગર તપાસની સલાહ ન આપી શકાય.
જે લોકો હોમ ટેસ્ટિંગ કરશે તેમણે ટેસ્ટ strip ફોટો પાડવાનો રહેશે અને તે ફોનથી તસવીર લેવાની રહેશે જે મોબાઈલમાં એપ ડાઉનલોડ છે. મોબાઈલ ફોન પર ડેટા સીધો ICMRની ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થશે. દર્દીની પ્રાઈવસી યથાવત રહેશે. આ ટેસ્ટના માઘ્યમથી જેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તેમને પોઝિટિવ માનવામાં આવશે. તેમને અન્ય કોઈ ટેસ્ટની જરુર નહીં પડે.
જે લોકો પોઝિટિવ હશે તેમને હોમ આઈસોલેશને લઈને ICMR અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈનને માનવી પડશે. લક્ષણ વાળા દર્દીઓનું પરિણામ નેગેટિવ આવે તો તેમણે RTPCR કરાવવું પડશે. તમામ રેપિડ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને સસ્પેકટેડ કોવિડ કેસ માનવામાં આવશે અને જયાં સુધી RTPCRનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તેમને હોમ આઈસોલેશનમાં રહેવુ પડશે.