August 16, 2026
તાજા સમાચારદુનિયા

ફ્રાન્સ બાદ હવે યુરોપના વધુ એક ઐતિહાસિક દેશ ગ્રીસમાં પણ ભારતનું UPI સત્તાવાર રીતે લોન્ચ કરાયું,જાણો કેટલા દેશોમાં ચાલે છે ભારતનું UPI

ભારતની ડિજિટલ ક્રાંતિના પ્રતીક સમાન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ફ્રાન્સ બાદ હવે યુરોપના વધુ એક ઐતિહાસિક દેશ ગ્રીસમાં પણ ભારતનું UPI સત્તાવાર રીતે લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ઐતિહાસિક લોન્ચિંગ સાથે જ હવે ભારતીય પ્રવાસીઓ અને લાયક ગ્રાહકો ગ્રીસમાં પણ અત્યંત સુરક્ષિત, ઝડપી અને પરંપરાગત રીત કરતાં ખૂબ જ ઓછા ટ્રાન્સફર ચાર્જ સાથે નાણાકીય વ્યવહારો કરી શકશે. ગ્રીસની સત્તાવાર મુલાકાતે ગયેલા ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે એથેન્સથી આ સીમાચિહ્નની જાહેરાત કરી છે.

એથેન્સમાં યુરોબેંકના હેડક્વાર્ટર ખાતે થયું લાઈવ ડેમોન્સ્ટ્રેશન
વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સોશિયલ મીડિયા પર આ ગર્વભરી ક્ષણ શેર કરતાં જણાવ્યું હતું કે, એથેન્સમાં આવેલી ‘યુરોબેંક’ ના મુખ્યાલય ખાતે આ સિસ્ટમનું સફળતાપૂર્વક લાઇવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતના ‘નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ (NIPL) અને ગ્રીસની ‘યુરોબેંક’ વચ્ચેની આ ભાગીદારીના સાક્ષી યુરોબેંકના સીઇઓ ફોકિયન કારાવિયાસ અને ફેરફેક્સ ડિજિટલ સર્વિસીસના સીઇઓ સંજય તુગ્નૈત પણ બન્યા હતા. આ પગલું ભારતના ટેકનોલોજી સોલ્યુશન્સમાં વધી રહેલા આંતરરાષ્ટ્રીય વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.

એફિલ ટાવર બાદ હવે ગ્રીસમાં ભારતની ડિજિટલ ધાક
નોંધનીય છે કે, ભારતે થોડા અઠવાડિયા પહેલા જ ફ્રાન્સના નાઇસ શહેરમાં આવેલા પ્રખ્યાત ડિપાર્ટમેન્ટ સ્ટોર ‘ગેલેરીસ લાફાયેટ’ ખાતે UPI સેવા શરૂ કરી હતી. આ પહેલાં વર્ષ ૨૦૨૪ માં પેરિસના વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવર ખાતે પણ UPI લોન્ચ કરીને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી હતી. હવે આ યાદીમાં ગ્રીસનું નામ પણ જોડાઈ ગયું છે.

દુનિયાના આ ૧૦ દેશોમાં વગાડ્યો આપણો ડંકો
ગ્રીસમાં લોન્ચિંગ થવાની સાથે જ હવે વિશ્વના કુલ ૧૦ દેશોમાં ભારતનું UPI પ્લેટફોર્મ સક્રિય બની ગયું છે.

હવે વિદેશ પ્રવાસ કરનારા ભારતીયો રોકડ કે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ઝંઝટ વગર નીચેના દેશોમાં સરળતાથી ચૂકવણી કરી શકશે:

૧. ગ્રીસ

૨. ફ્રાન્સ

૩. સિંગાપોર

૪. સંયુક્ત આરબ અમીરાત (UAE)

૫. મોરેશિયસ

૬. નેપાળ

૭. ભૂતાન

૮. કતાર

૯. શ્રીલંકા

૧૦. કંબોડિયા

Related posts

ઉનાના કેસરિયા પાસે ઓવર બ્રિજ ઉપર તથા નીચે બંને સર્વિસ રોડ બિસ્માર હાલત ધૂળની ડમરીઓ કાકરી ઉડતા વારંવાર અકસ્માતની ઘટના બને છે. તાત્કાલિક રોડનું સમારકામ કરવાં લોકોની માંગ

Ahmedabad Samay

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવજાતના તમામ મોરચે તોળાઈ રહેલું એક સંકટ છે

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો