September 18, 2026
ગુજરાતદુનિયા

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬નો રંગારંગ સમાપન સમારોહ ભારત માટે એક નવા અને ઐતિહાસિક અધ્યાયની શરૂઆત બની ગયો છે. ૧૧ દિવસ સુધી ગ્લાસગોમાં રમાયેલા રમતોત્સવના સફળ આયોજન બાદ સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

હવે સમગ્ર વિશ્વની નજરો વર્ષ ૨૦૩૦ના શતાબ્દી સંસ્કરણ પર રહેશે, જેની યજમાની ગુજરાતનું અમદાવાદ શહેર કરશે. અમદાવાદ ૨૦૩૦ની યજમાની સાથે ભારત એક નવો ઇતિહાસ પણ રચશે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એવો બીજો દેશ બનશે જે એક કરતાં વધુ વખત કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. આ અગાઉ ભારતે વર્ષ ૨૦૧૦માં નવી દિલ્હી ખાતે આ રમતોત્સવનું સફળ આયોજન કર્યું હતું.

ક્લોઝિંગ સેરેમનીના અંતે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ અને ડ્યુક ઓફ એડિનબર્ગ પ્રિન્સ એડવર્ડે સત્તાવાર રીતે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬ના સમાપનની ઘોષણા કરી હતી. આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સનો કારવાં હવે ભારત તરફ આગળ વધી ચૂક્યો છે, જ્યાં ૨૦૩૦માં સીડબલ્યુજી ગેમ્સના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.

સમાપન સમારોહમાં ગોલ્ડ મેડાલિસ્ટ બોક્સર જેસ્મિન લંબોરિયા ભારતના ધ્વજવાહક બન્યા હતા. ઔપચારિક રીતે ધ્વજ સોંપવાનો કાર્યક્રમ કોમનવેલ્થ ગેમ્સના ધ્વજની સમગ્ર પરિસરમાં સાંકેતિક યાત્રા સાથે શરૂ થયો હતો. સ્કોટલેન્ડ અને ભારતના ધ્વજવાહકોની આગેવાનીમાં જુલૂસે ગેમ્સના વળેલા ધ્વજને નીચે ઉતાર્યો હતો. આ પછી ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ જેક્લીન મેકલેરેને આ ધ્વજ કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ઉપાધ્યક્ષ સુસાન જેક્સન, સ્કોટિશ નેટબોલ ખેલાડી એમિલી નિકોલ, કોમનવેલ્થ સ્પોર્ટના અધ્યક્ષ ડો. ડોનાલ્ડ રુકારે, બે વખતના ઓલિમ્પિક મેડાલિસ્ટ નીરજ ચોપરા અને ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાને આપ્યો હતો. ત્યારબાદ આ ધ્વજ આખરે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને સોંપવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીએ ધ્વજ સ્વીકારવાની સાથે જ સ્કોટલેન્ડ તરફથી ભારતને યજમાનીની જવાબદારી સત્તાવાર રીતે સુપ્રત કરવામાં આવી હતી.

ધ્વજ સોંપણી બાદ સમગ્ર સમારોહ ભારતીય સાંસ્કૃતિક વિરાસતના જશ્નમાં ડૂબી ગયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય અને સ્કોટિશ કલાકારોએ સંયુક્ત પ્રસ્તુતિ આપીને બંને દેશોની ભાગીદારીની સુંદર ઝાંખી પણ રજૂ કરી હતી. ભારતે પોતાની પ્રસ્તુતિ દ્વારા સમગ્ર વિશ્વને અમદાવાદ આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું, જેમાં ભારતીય દર્શન, લોકસંસ્કૃતિ અને આધુનિક ભારતની ઝલકને પ્રભાવશાળી અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત શાનદાર રહ્યું હતું. ભારતીય ટુકડીએ કુલ ૩૯ મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં ૧૩ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું

Related posts

પાકિસ્તાનની દુર્દશા તો જુઓ, અહીંના લોકોને મરવા પર પણ લાગ્યો ટેક્સ

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

Ahmedabad Samay

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

CJP પ્રોટેટ્સ કરનાર પ્રદશન કારીઓ માંથી ૯૮૯ લોકોનો ગંભીર ગુનાહિત રેકોર્ડ અગાઉથી નોંધાયેલા મળ્યા

Ahmedabad Samay

લોકડાઉનની અસરથી થયેલા બેરોજગારો માટે કુબેરનગરમાં અનાજની કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો