નરસિંહ મહેતા યુનિવર્સિટીની મહત્વની એવી વાર્ષિક મળતી સિન્ડિકેટ બેઠક આજે યોજાઇ હતી આ બેઠકમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રશ્નોની પડતી મુશ્કેલી અંગે અગાઉ કરવામાં આવેલી અનેક રજૂઆતો મુદ્દે નિરાકરણ ન આવતા સિન્ડિકેટ બેઠકનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જેમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ડિગ્રી પૂર્ણ કરી લીધેલ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવતા નથી જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણનું આગળનું કાર્ય ખોરવાઈ ગયું છે માર્કશીટમાં અગાઉ અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે હજુ તેની તપાસ પૂર્ણ થતી નથી અને એકાદ વર્ષથી વધુ સમયથી તપાસ ચાલી રહી છે કેમેસ્ટ્રી, ડીએમએલટી સહિતના અનેક ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમતો કરવામાં આવતી હોય તેવા એબીવીપીએ આરોપ લગાવ્યા હતા. સિન્ડિકેટ બેઠકમાં વિદ્યાર્થી આગેવાનોએ માંગ કરી હતી કે યુનિવર્સિટીના કુલપતિ બહાર આવે અને વિદ્યાર્થીઓના પડતર પ્રશ્ને મુદ્દે જવાબ આપે તેવી માંગ કરી હતી. આ મુદ્દે સિન્ડિકેટ મેમ્બરોએ મધ્યસ્થી થવા પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા સિન્ડિકેટ મેમ્બર ડોલીબેન અજમેરા એબીવીપીના વિદ્યાર્થીઓ સાથે અણછાજતું વર્તન કરી જણાવ્યું હતું કે ઉપર સરકાર અમારી છે 17 વખત રજૂઆત કરશો તો પણ અમે કહીશું તેમજ થશે જે વાતને લઈ એબીવીપીના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો