September 21, 2026
ફૂડ ફોર યુ

બિરયાની મિસ કરો છો ? આજે બીરીયાની સ્પેશિયલ ” કાબુલી બીરીયાની”

                     કાબુલી બીરીયાની

સામગ્રી: ચણાની દાળ, ચોખા,ડુંગળી, તેલ, ઘી, આદુ,ફુદીનો,કોથમીર,જીરું,લાલ મરચું, મીઠું, ધાણાજીરું,લીલા મરચાં, ગરમ મસાલો,દહીં,


રીત: ચણા ની દાળ ને ૨-૩ કલાક પલાળી અધકચરી બફિલો.ચોખાને અડધો કલાક પલાળી છુટા પડે તે રીતે ૯૦ ટાકા જેટલા ઓસાવી લો.ડુંગળીને ઝીણી સમારી લો.આદુ,લીલા મરચાં બારીક કરી લો હવે એક કડાઈમાં તેલ મૂકી જીરું તતળે એટલે તેમાં ડુંગળી, આદુ-મરચાં, નાખી બદામી રંગ આવે ત્યારે તેમાં, જરૂર મુજબ લાલ મરચું, મીઠું,ધાણાજીરું,ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરો અને એકરસ થવા દો, પછી તેમાં દહીં ઉમેરતા જાવ ને ગ્રેવી ને હલાવતા રહેવું પછી બાફેલી ચણા દાળ,ઝીણા કરેલ કોથમીર-ફુદીના ને નાંખી મિક્ષ કરો. હવે એક જાડા તળીયા વળી તપેલીમા બધી બાજુ ઘી લગાવી થોડા ભાત પાથરી લેયર બનાવો ઉપર ગ્રેવી નું લેયર આમ કરતા જાવ પછી તપેલીને ગેસ પર સપાટ તવી મૂકી તપેલી તેના ઉપર મૂકી તપેલીમાંથી વરાળ ના નીકળે તે રીતે ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ રહેવા દો.આ કાબુલી બીરીયાની દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે.

શેફ રાજેશ ઠાકોર
શેફ રાજેશ ઠાકોર

ટિપ્સ:
(બીરીયાની માટે પુલાવ ના ચોખા બેસ્ટ છે)(તેમાં ગાજર,ફુલાવર,સીમલા,લીલા વટાણા,બટાકા નાખી શકાય)(તેમાં ડુંગળી ને ફ્રાય કરી ક્રિશપી કરી તેમાં સ્વાદિષ્ટ લાગેછે)

Related posts

મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ“મિસળ પાઉં”

Ahmedabad Samay

ઘરે બનાવો મજેદાર ગરમા ગરમ મગદાળ ના ચીલ્લા

Ahmedabad Samay

રાજસ્થાન ની મહેક “રાજસ્થાની ગટ્ટા નું શાક”(સબજી)

Ahmedabad Samay

હવે લોકડાઉનમાં ઘરેજ બનાવો બાળકોના મનપસંદ વાઇટ સોસ પાસ્તા

Ahmedabad Samay

Weight Loss Foods: આ પીળા ખોરાકમાં વજન ઘટાડવાની શક્તિ હોય છે, પેટની ચરબી સરળતાથી ઓગળે છે

Ahmedabad Samay

ગરમીમાં રાહત આપતું ડ્રિન્ક કાચી કેરી નો બફ્લો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો