અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના – ગુજરાત પ્રદેશના નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી, ખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના સંસ્થાપક શ્રી આર.પી. સિંહ બઘેલજીના આદેશ અનુસાર તેમજ સંગઠનને મજબૂત બનાવવા અને સમાજ ઉપયોગી કાર્યોને વેગ આપવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્યમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.
સંગઠનના શાસન અને વિસ્તરણની જવાબદારી સોંપતાં આ મુજબના હોદ્દેદારોની સત્તાવાર વર્ણી કરવામાં આવી છે,શ્રી કુલદીપ સિંહ ચૌહાણને ગુજરાત રાજ્યના પ્રભારી અને કાર્યકારી પ્રમુખ તેમજ
શ્રી ચહેરભાઈ દેસાઈને(રબારી) ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે,
નિમણૂક બદલ નવનિયુક્ત હોદ્દેદારોને સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે,
સંગઠન આશા વ્યક્ત કરે છે કે નવનિયુક્ત પદાધિકારીઓ પોતાની નિષ્ઠા અને કાર્યકુશળતાથી ગુજરાત ભરમાં અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના વિચારો અને કાર્યોને જન-જન સુધી પહોંચાડશે તથા રાષ્ટ્ર અને સમાજ હિતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપશે.
