દેશ ભરમાં 15 ઓગષ્ટની રોજ આઝાદીનો જશન મનાવવામાં આવી રહ્યો હતો તેવામાં નરોડમાં આવેલ સામવેદ રેસિડેન્સી દ્વારા સિનિયર સીટીઝન પાર્કમાં ધ્વજ કરવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમમાં સામવેદ રેસિડેન્સીના રહીશોએ ઉષ્માભેર ભાગ લીધો હતો, મહિલાઓ દ્વારા સફેદ રંગના કપડાં અને તિરંગા રંગની ઓઢણી પહેરીને સુસજ્જ તૈયાર થઇ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, એક છોકરી દ્વારા આ કાર્યક્રમમાં ભારત માતા બની સૌનો ધ્યાન આકર્ષયું હતું, રાષ્ટ્ર ગાન ગાઈને સૌ રહીશો દ્વારા ધ્વજ વંદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં માં મોટી સંખ્યામાં યુવાનો, બાળકો અને સિનિયર સિટીઝને ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું
