September 21, 2026
ગુજરાત

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

કેનેડા વિઝાની લાલચમાં ગઠિયાએ ૪૦લાખ પડાવ્યા,જૈમિન પટેલ નામના યુવકને કેનેડા જવાની ઈચ્છા હતી. જેથી જૈમીન એક મિત્રના સંપર્કથી મિતેશ નાઈના સંપર્કમા આવ્યો હતો. મિતેશે માર્ચ 2018માં તેની માતાના યુએસએના વિઝા કરાવ્યા હતા. તેની માતા દોઢ માસ યુએસએ રહીને પરત આવ્યા હતા. જેથી વિશ્વાસ વધતા જૈમિને પોતાના કેનેડાના વિઝાનું કામ મિતેશને સોંપ્યું હતું. મિતેશે 40 લાખમા કેનેડાના વિઝા આપવાની લાલચ આપી અને ટુકડે- ટુકડે જૈમિન પાસેથી 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. પરંતુ મિતેશ વિઝા નહિ આપતા જૈમિનને શંકા ગઈ અને તેણે રૂપિયા પરત માંગ્યા હતા.

મિતેશ નાઈએ જૈમિનને બે ચેક આપ્યા, પણ તે બંને ચેક પણ બાઉન્સ થયા. અંતે જૈમિને સાબરમતી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ મિતેશ નાઈની ધરપકડ કરી છે. વિઝાને લઈને કોઈ નેટવર્ક ચાલતુ હોવાનુ શંકાના આધારે પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. મહત્વનુ છે કે વિદેશ જવાની ઘેલછાથી અનેક યુવાનો પોતાની જીવનની કમાણી ગુમાવી દે છે. મિતેશ નાઈ જેવા ઠગ રૂપિયા પડાવવાનો બિઝનેશ કરે છે. આ કેસમા મિતેશ અન્ય કોઈ વ્યકિત સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે પણ પોલીસે તપાસ શરૂ કરી છે

Related posts

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

વરસાદ બાગ જૂનાગઢ હજૂ પણ પાણીમાં ગરકાવ, અનેક પશુઓના મૃતદેહ પણ મળી આવ્યા

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

ગુરુપૂર્ણિમા નિમિત્તે, અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહંત શ્રી ૧૦૦૮ શ્રી લક્ષ્મણદાસ જી મહારાજના આશીર્વાદ લીધા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો