August 7, 2026
ગુજરાત

લોકડાઉનમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતો કિસ્સો

દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં અનેક સંસ્થાઓ ગરીબ લોકોને ખાવા પીવડાવામાં અને અન્ય સહાય મા વ્યસ્ત હતા તેવામાં ૧૧ એપ્રિલ ના રોજ બપોરના સુમારે એક ગર્ભવતી મહિલા                શાહીબા

ગ જેવા વિસ્તારમાં ખરાબ પરિસ્થિતિમાં નિકુલ મારુ નામના સેવાભાવી યુવક ની નજર પડતા તેની મદદે સામે આવ્યો અને ગર્ભવતી મહિલાની સંભાળ માટે જીતોડ મેહનત કરી અને તેની આ મેહનતના પરિણામ સ્વરૂપ  ૦૯ મેં ના રોજ તે ગર્ભવતી મહિલા એ સુંદર બાળકને જન્મ આપ્યો.

આવો જાણીએ સંપૂર્ણ માહિતી નિકુલ મારુના જુબાને.

નિકુલ મારુ :૧૧ એપ્રિલ ના દિવસે હું સાંજે રેનબસેરા થી શાહીબાગ જતો હતો ત્યારે મને શાહીબાગ પુલ ની નીચે શાહીબાગ પોલીસ ચોંકી ની સામે એક મહિલા જેને પોતાના ઉપર ચાદર વીતેલી હતી અને ગર્ભવતી હોવાનું માલુમ પડતું હતું, મેં જોઈ ને એમની મદદ કરવાનું નકકી કરી લીધું પણ મેં એ મહિલા જોડે વાત કરી પણ એ આપણી ભાષા સમજી ન શક્તિ હતી તે સમય વધારે થઈ ગયો હતો, ત્યારે મેં એ  મહિલા ને જમવાની અને એના વસ્ત્ર ની વ્યવસ્થા કરી ને ઘરે આયો.

બ્રિજ નીચે મળેલ મહિલા
બ્રિજ નીચે મળેલ મહિલા

 

બીજા દિવસે મેં મારા વડીલ એવા અસારવા વોર્ડના કોર્પોરેટર શ્રી બિપીનભાઈ ને જણાવ્યુ કે મને એક મહિલા આવી રીતે નજરે ચડી છે આપણે કઇ પણ કરી ને એમની મદદ કરો, ત્યારબાદ  એમને મારી જોડે મદ્રાસી ભાષા જાણનાર એક માણસ જોડે મોકલયો પરંતુ ત્યાં એ ભાષા પણ એ ના સમજી શકિયા પછી મેં ત્યાં પોલીસે ની મદદ લીધી 100 નંબર પર કોલ કરી ને બોલાવ્યા પોલીસે જોયું અને કહ્યું તમે નારી શક્તિ 181 પર કોલ કરો એલોકો મદદ કરશે મેં ત્યાં થી 181 પર કોલ કર્યો એમને જણાવ્યુ કે આવી રીતે એક મહિલા છે તો એમને કયું અમે બીજા કેશ માં વ્યસ્ત છીએ એ પતાવી ને આવીએ, હું ત્યાં ઉભો રયો પણ કોઈ જવાબ ના આયો અને હું અને મદ્રાસી કાકા  પરત ઘરે આયા અને મારે એની મદદ કરવી જ હતી એટલે પછી મેં રૂઝાન બેન ખંભાતા મહિલા સંરક્ષણ 1091 એમને કોલ કરી ને જણાવ્યુ એમને જણાવ્યું 181 કરશે તારી મદદ પછી મેં મારો ઉગ્ર સવભાવ થી વાત કરી કહ્યું તમે કઇ પણ કરો પેલા અહીંયા મદદ આવવો એમને તરત 181 થિ ગાડી આવી અને હું પાછો સ્થળે પોહચ્યો .

પોલીસ પણ ત્યાં જ હતી તયારે 181 ના કર્મચારીઓ એ કયું કે અમે આમને લઇજઇ ના શકીયે પોલીસે ને કહો એ કરે , અમે સલાહ આપી શકીએ,  પછી મેં રેનબસેરા માંથી મારા મિત્રો ને કોલ કરી ને બોલાવ્યા અને એમાં થી એક ભાઈ બંગાળી ભાષા ના જાણકાર હતા તો થોડી વાર તે સ્ત્રી સાથે વાત કરતા ખબર પડી કે આ મહિલા બંગાળી છે પણ એ મહિલા પોલિસ અને 181 ને જોઈ ઘબરાઈ ગઈ હતી એટલે ત્યાંથી દૂર જઈ ને બેસી ગઈ પછી મેં મહિલા ગર્ભવતી હોવાના કારણે તેની તબિયત સારી ન લાગતા ૧૦૮ પર જાણ કરી , ૧૦૮ પણ આવી ગઈ પણ મહિલા બીવાઈ ગઈ હતી તો એ 108 માં પણ બેસવા નકારતી હતી પછી મેં મારા એક્સપ્રેશન દ્વારા સમજાવયું માનવતા ની રીત થિ તો ના સમજીયા પછી મેં એમને બીજી ત્યાં લેડીશ ની મદદ લઇ ને જે એજ બ્રિજ નીચે ફૂટપાથ પર હતી એમને કયું તમે આમને લઇ ને આગળ ચાલો આમને ફળ અપાવીએ એમ કરી ને થોડા આગળ ચલાવીને રેનબસેરા સુધી લાય ફળ આપયા અને રેનબસેરા બતાવયું પછી મેં બીજી લેડીશ ને જણાવ્યું કે તમે આમને સ્નાન કરાવો,એ મહિલાએ એમને સ્નાન કરાવ્યું અને સારા સાફ કપડાં પહેરવાની ને બેસાડ્યા ચા આપી અને સમજ્યા ત્યારે રેનબસેરા માં વાત કરી કે આપડે આમને અહીંયા રાખી શકીએ ? તો ત્યાં થી જણાવ્યું કે આમનો કોરોના રિપોર્ટ કરવો પડશે કેમ કે બીજા પણ ત્યાં રહે છે અને આ મહિલા બે જીવ માં છે પછી મેં 104 ની મદદ લેવા નું નક્કી કર્યુ પણ ત્યાં મને કોઈ જવાબ ના મળયો પછી મેં AMCકમિશનર સાહેબ ને કોલ કર્યો એ પણ એમના કામ માં વ્યસ્ત હસે તો ત્યાંથી પણ જવાબ ના મળ્યો ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હવે આમને સિવિલ હોસ્પિટલમાં લઇ ને જવું પડશે પછી હું એમને 181ના મદદથી અને સિવિલ આવી ગયો અને એમને એડમિટ કરાવ્યા અને સારવાર ચાલુ કરાવી અને એમના કુટુંબીજનો ને મળશે ત્યાં સુધી એમની સારવાર કરાવીશ હું અત્યારે એમને ત્યાંથી સિવિલ માં કરોના ચાલે છે એટલે નજીક માં નારી સેવા સખી સેવા માં મારા ધ્યાયન પૂર્વક એમને ત્યાં રાખેલ હતા એમની ત્યાં સારી દેખ રેખ રખાઈ હતી.

જન્મેલ બાળક
જન્મેલ બાળક

થોડા દિવસ પહેલા ૦૯મેં ના રોજ તેમને એક સુંદર સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે હાલ બાળક અને તેની માતાનું સ્વસ્થ સારું છે સિવિલ હોસ્પિટલથી રજા આપ્યા બાદ રાયપુર ખાતેના મહિપ્તરામ આશ્રમ માં ખસેડવામાં આવશે ”

મિત્રો જો આ સાહસિક યુવક નિકુલ હિમ્મત હારી ન હોત તો આજે આ બે જીવ મુશ્કેલમાં હોત અને ખબર નહિ શુ થાત આ મહિલાનું આવા લોકડાઉનમાં.

Related posts

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન ધસી પડી હતી

Ahmedabad Samay

ધો.૧૦ -૧૨ સામન્ય અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની.રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ જાહેર કરાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો