August 13, 2026
ગુજરાત

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

અમદાવાદમાં ઘણા સમયથી લોકોએ આવાસોના મકાનો માટે ફોર્મ ભર્યા છે ત્યારે ઘણા સમયથી કેટલાક મકાનોના ડ્રો થવાના બાકી છે ત્યારે નવા 2000 મકાનોનો ડ્રો થશે. એલઆઈજી પ્રકારના મકાનોના ડ્રો બાદ લોકોને મકાન ફાળવવામાં આવશે.  ગોતા, સોલા અને ચાંદલોડિયા વિસ્તારમાં  આ મકાનોનો ડ્રો પાડવામાં આવશે. આગામી 15 દિવસમાં આ તમામ મકાનોનો નકશો તૈયાર કરવામાં આવશે. લગભગ 2000 ઘરોનો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આ ડ્રો બાદ લોકોને મકાનો મળશે.

આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા મોટી સંખ્યામાં લોકોને આવાસો મળી રહે તે દિશામાં કામગિરી કરવામાં આવી રહી છે આ વખતે બજેટની અંદર પણ આવાસ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં આવાસ યોજનાને મકાનો ફાળવવામાં આવી રહ્યા છે. ત્યારે નવા આવાસો પણ નિર્માણ પામી રહ્યા છે.

ૉતેમાં પણ ખાસ કરીને સોલા, ગોતા વિસ્તારમાં અગાઉ પણ આવાસો યોજના અંતર્ગ મકાનો ફાળવવામાં આવ્યા છે ત્યારે નવા આવાસોના નિર્માણ કાર્યની કામગિરી પણ આગામી સમયમાં કરવામાં આવશે. આગામી સમયમાં ડ્રો બાદ એલઆઈજી મકાનોના ડ્રોઈંગ બાદ તેમને મકાનો ફાળવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 15 દિવસમાં શહેરનાLIG પ્રધાન મંત્રી આવાસ યોજનાના 2000 થી વધુ મકાનો બાંધશે. જેનો લાભ આગામી સમયમાં વધુ લાભાર્થીઓને મળી રહેશે.

Related posts

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Samay

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

Ahmedabad Samay

ખુશ્બૂ ગુજરાત કી – 12 વર્ષ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન ગુજરાતની નવી જગ્યાઓનું કરશે પ્રમોશન

Ahmedabad Samay

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો