રાજયભરની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે. તેમજ રાજયમાં લાગેલા પ્રતિબંધો અને કફર્યૂ મામલે નિર્ણય લેવાશે. બેઠક બાદ રાજય સરકાર કફર્યૂ મુદ્દે નવો નિર્ણય જાહેર કરશે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે. ૧૮ મે ૨૦૨૧થી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના આ રાત્રી કફર્યુનો અમલ તા.૨૧મી મે ૨૦૨૧ના સવારે ૬ વાગ્યા સુધી આ શહેરોમાં કરવાનો રહેશે. ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ રહેશે.
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે.