September 22, 2026
દેશરાજકારણ

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ ફ્રી આપવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે  કુલ લોનના 20% હશે. આ લોન ચાર વર્ષ માટે હશે. આના પર એક વર્ષનું મોરેટોરિયમ હશે, એટલે કે પહેલા વર્ષે મૂળ મુદ્દલ ચૂકવવું નહીં પડે. એનો લાભ ૪૫ લાખ નાની-મોટી કંપનીઓને મળશે. આના માટે કોઈ ગેરન્ટી આપવાની જરૂર નથી. ૨૫ કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે, જેનું ટર્નઓવર રૂ. ૧૦૦  કરોડ છે. સરકાર ફંડ્સ ઓફ ફંડ બનાવશે,

જેનો હેતુ રૂ. ૫૦,૦૦૦ કરોડની ઇક્વિટીની વ્યવસ્થા MSME માટે કરવાની છે. આ ફંડસ ઓફ ફંડનું કદ રૂ. ૧૦૦૦ કરોડ હશે. જે MSME, કુટિર ઉદ્યોગ આ સમયે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં આશરે બે લાખ  MSME , કુટિર ઉદ્યોગને લાભ મળશે.

આમાં બધી NPA અથવા તણાવગ્રસ્ત લોનને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર CGTMSE માટે રૂ. ૪૦૦૦ કરોડ આપવામાં આવશે,  જે બેન્કોને આંશિક ગેરન્ટી આપશે. બેન્કો આનો લાભ MSMEsને આપશે. નાણાપ્રધાને કહ્યું હતું કે MSMEની વ્યાખ્યામાં બદલાવ થશે. પહેલાં MSMEનું કદ  વધે તો એને છૂટ નહોતી મળતી પણ હવે MSME માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. અને તેમનું ટર્નઓવર વધારવામાં આવ્યું છે.

હવે રૂ. એક કરોડથી ઓછા  રોકાણ કરવાવાળા અને રૂ. પાંચ કરોડના ટર્નઓવરવાળા યુનિટને માઇક્રો કહેવામાં આવશે. MSME માટે પાંચમું પગલું એ છે કે સરકારી ખરીદી માટે રૂ. ૨૦૦ કરોડ માટે ગ્લોબલ ટેન્ડર નહીં હોય

જુદા-જુદા ૮ ક્ષેત્રો માટે ૧૫ જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે

લઘુ-મધ્યમ ઉદ્યોગ માટે ૬ પેકેજ

એમ્પ્લોઇ પ્રોવિડન્ડ ફંડ માટે સહાયના બે પેકેજ

નોન બેન્કીંગ ફાયનાન્સ કંપની માટે બે પેકેજ

મ્યુચ્યુઅલ ફંડ માટે બે પેકેજ

વિજ કંપની માટે એક પેકેજ

રિયલ એસ્ટેટ માટે એક પેકેજ

કરવેરા સંબંધી ૩ પેકેજ

કોન્ટ્રાકટરો માટે પણ એક પેકેજ જાહેર

Related posts

પ.બંગાળમાં TMC ની જીતબાદ હિંસક ઘટનાઓ બની, કપડાંની દુકાનમાં લૂંટ,ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો,૯ ની હત્યા

Ahmedabad Samay

સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી દ્વારા વિધાનસભા બેઠક પરથી હિતેન્દ્રભાઇ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

મુંબઈમાં મુશળધાર વરસાદે ૨૩ના ભોગ લીધા

Ahmedabad Samay

મુંબઇ યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ’ પ્રોગ્રામ શરૂ કરાયું, જાણો શુ છે ખાસ આ કોર્ષમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો