ભાવનગર: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર ખાતે વિવિધ સેવાકીય કાર્યો અને લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચિત્રા સ્થિત મસ્તરામ બાપા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ વિકાસલક્ષી અને લોકઉપયોગી કાર્યોના લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાયા હતા.
કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ), મેયર ઉષાબેન તલરેજા, પૂર્વ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, બનાસકાંઠાના પ્રભારી ધવલભાઈ દવે સહિત ભાજપના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શહેર મહામંત્રીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ વોર્ડના પ્રભારીઓ, શહેર મોરચા-સેલના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખ-મહામંત્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો તેમજ ભાવનગર મહાનગરના અન્ય હોદ્દેદારો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉપયોગી કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
