August 13, 2026
ગુજરાત

સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.

ગુજરાતની વીજ વિતરણ કંપની દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી જાન્‍યુઆરી ૨૦૨૪માં સ્‍માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવેલ હતી છેલ્લા ત્રણ મહિનામાં MGVCL મા ૨૭૭૦૦, DGVCL મા ૧૧૮૦૦, PGVCL મા ૭૦૦૦ અને UGVCL માં ૧૦૦૦ થી વધુ સ્‍માર્ટ મીટર લગાવવામાં આવેલ છે. સ્‍માર્ટ મીટર લગાવ્‍યા પહેલા જે-તે ક્ષેત્રમાં આ બાબત વિષેની જાણકારી આપવામાં આવેલ હતી.

સ્‍માર્ટ મીટર બાબતે લોકોમા કદાચ પૂરતી જાણકારીના અભાવે સંશય પેદા થયેલ છે. જૂનુ મીટર બદલી સ્‍માર્ટ મીટર લગાડવામાં આવે ત્‍યારે છેલ્લા બિલના રીડિંગથી જૂના મીટર બદલવાના સમયે નોંધાયેલા રીડિંગ વચ્‍ચેના તફાવતના આધારે ગ્રાહકના વીજ વપરાશનું બિલ એક સાથે ગ્રાહક પાસેથી લેવાના બદલે તેની સામે સિકયુરિટી ડિપોઝીટની રકમ એડજસ્‍ટ કરીને ફાઇનલ આઉટસ્‍ટેન્‍ડિંગ એમાઉન્‍ટ (FOA) ની ગણતરી કરી તેને મહતમ છ મહિનામા વસૂલ કરી શકાય તે રીતે દૈનિક રકમ ગ્રાહકના ખાતામાથી ઉધારવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. સ્‍માર્ટ મીટર ધારકોના બેલેન્‍સમાંથી દૈનિક વીજ વપરાશના ચાર્જ ઉપરાંત આ જૂના વપરાશના બિલની રકમ પણ ઉધારવામાં આવતી હોવાથી સ્‍માર્ટ મીટર ગ્રાહકને વીજબિલ વધુ આવતું હોવાની ગેરસમજ ઊભી થયેલ છે.

વધુમાં દૈનિક વીજ વપરાશના ચાર્જની ગણતરી પણ ગ્રાહકના વીજ વપરાશ મુજબ વિવિધ સ્‍લેબ મુજબ થતી હોવાથી સ્‍લેબ બદલાતા ચાર્જની ગણતરી બદલાતી હોવાથી પણ આ પ્રકારની ગેરસમજ ઊભી થયેલ છે આ પ્રકારના તમામ દાવાઓની વીજ વિતરણ કંપની દ્વારા ચકાસણી કરવામા આવી છે અને તમામ કિસ્‍સામાં ચાર્જની ગણતરી વીજ વપરાશ મુજબ જ થયેલ છે. આથી ગ્રાહક પાસેથી વધુ ચાર્જ વસૂલાતો હોવાના દાવાઓમા તથ્‍ય નથી. પરંતુ ચાર્જની ગણતરી વિશે માહિતી ન હોવાથી આ પ્રકારનો સંશય પેદા થયેલ છે.

ગ્રાહકના ખાતામાં ચાર્જ બેલેન્‍સ માઇનસ ૩૦૦ થી નીચે જવાના કિસ્‍સામાં ડિસ્‍કનેક્‍શન કરવામાં આવેલ હતું. મોટા ભાગના કિસ્‍સાઓમાં રીચાર્જ કર્યા બાદ ગ્રાહકના એકાઉન્‍ટ રિકનેક્‍શન તેની નિયત સમય મર્યાદામાં થયેલ છે. વધુમાં ડિસ્‍કનેક્‍શનની કામગીરી કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન જ કરવામાં આવેલ છે. રજાના દિવસોમાં કે કચેરી સમયના બાદના કલાકોમાં કોઈપણ ડિસ્‍કનેક્‍શન કરવામાં આવેલ નથી. જેનો તમામ રેકોર્ડ સિસ્‍ટમમાં મોજૂદ છે. તેથી રાત્રે કે વહેલી સવારે ડિસ્‍કનેક્‍શન કરવામાં આવેલ હોવાના દાવાઆમોં તથ્‍ય નથી.

આમ ગ્રાહકોમાં બિલની ગણતરી અંગે જે ગેરસમજો ઊભી થયેલ છે તે નિવારવા તેમજ અન્‍ય માધ્‍યમોમાથી મળેલ વિવિધ સૂચનોને ધ્‍યાને લઈ સ્‍માર્ટ મીટરને સંલગ્ન બાબતો સરળ બનાવવા આ મુજબની પધ્‍ધતિ અપનાવવાનું નક્કી કરવામાં આવે છે.

સ્‍માર્ટ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્‍માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાડવા ઇચ્‍છુક હશે તે ગ્રાહકોના ઘરે ચેક મીટર લગાડવામાં આવશે જેથી બંને મીટરનો વપરાશ સરખાવી શકાય.

સ્‍માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજ વપરાશના યુનિટ પોતાની મોબાઇલ એપ્‍લીકેશન પર જોઈ શકશે.

સ્‍માર્ટ મીટર ધારકને રજિસ્‍ટર્ડ મોબાઇલ નંબર અને પોતાની સ્‍માર્ટ મીટરની મોબાઇલ એપ્‍લીકેશન પર માસિક બીલ આપવામાં આવશે જેની ચુકવણી માટે હાલ ની સામાન્‍ય બિલ પ્રકીયા મુજબ નિયત સમય આપવામાં આવશે. જે સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે તે કિસ્‍સામાં હાલની સામાન્‍ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

Ahmedabad Samay

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

પાટીદારો અનામત આંદોલન બાદ થયેલા તોફાનો દરમિયાન પાટીદાર યુવાનો સામે કરવામાં કેસ પાછા ખેંચાયા: હાર્દિક પટેલ

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો